Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

વડોદરાના પાદરા કોંગ્રેસમાં ભડકો :નવા પ્રમુખની નિમણૂક બાદ અસંતોષ :માજી પ્રમુખ સહીત આઠ નેતાઓએ રાજીનામાં ફગાવ્યા

 

વડોદરા પાદરા કોંગ્રેસના નવા શહેર પ્રમુખની નિમણૂંક થતા વિવાદ થયો છે. માજી શહેર પ્રમુખ સંજય સોલંકી સહિત 8 લોકોએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે.

વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર મૂખી દ્વારા પાદરના માજી શહેર પ્રમુખ સહિત શહેરના કાર્યકર્તાઓને વિશ્વાસમાં લીધા વિના નવા પ્રમુખની નિમણૂંક કરતા રાજીનામું ધર્યુ છે. પાદરા વોર્ડ નં-1ના કોર્પોરેટ અબ્દુલભાઇ મલેક દ્વારા પણ નિર્ણય પર અસંતોષ હોવાનું જણાવ્યું છે. સાથે પાદરા કોંગ્રેસમાં અનેક રાજીનામા આવશે તેવું માજી પ્રમુખ સંજય સોલંકીએ કહ્યુ છે. હાલમાં લઘુમતી મોરચા સેલના પ્રમુખ, મહામંત્રી તેમજ પાદરા શહેર મહામંત્રી સાથે યુથ કોંગ્રેસના પ્રમુખે રાજીનામાં આપ્યા છે.

(1:02 am IST)