Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

અમદાવાદમાં BRTS ખોટના ખાડામાં :કુલ ખોટ 250 કરોડે પહોંચી

 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકોની ખાનગીકરણ નીતિ સરવાળે મોઘી પડી રહી છે. યુપીએ સરકારની ગ્રાન્ટમાંથી કાર્યરત થયેલ અને શ્રેષ્ઠ પરીવહન સેવાનોએવોર્ડમેળનાર જનમાર્ગ એટલે કે બીઆરટીએસ પણ ખોટ નો ધીકતો ધંધો કરે છે. એએમટીએસની જેમ જનમાર્ગ સેવા પણ કોર્પોરેશનની નાણાંકીય સહાય પર નિર્ભર છે.

   મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અલગ કંપનીની રચના કરીને જનમાર્ગ પ્રોજેકટ કાર્યરત કર્યો છે. તેમ છતાં પ્રજાના પરસેવાની કમાણીમાંથી દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ જનમાર્ગ ને ફાળવવામાં આવે છે. વર્ષ 2009-10 માં બીઆરટીએસ સેવા શરૂ થયેલી વર્ષ 2018-19 દરમ્યાન કુલ ખોટ 250 કરોડને પાર પહોંચી છે.

(12:31 am IST)
  • ગુજરાત એસટીના કર્મચારીઓની હડતાલ : હજારો મુસાફરોને મુશ્કેલી : રાજ્યની તમામ બસના પૈડાં થભી ગયા :ગુજરાત એસટીના કર્મચારીઓ મધરાતથી એક દિવસની માસ સીએલ પર ઉતર્યા :મધરાત્રે 12 વાગ્યાથી પડતર પ્રશ્નોની માંગ સાથે 45 હજાર જેટલા કર્મચારીઓ માસ સીએલ પર ઉતર્યા access_time 1:15 am IST

  • શેરબજારમાં તેજીનું વાવાઝોડુઃ સેન્સેકસ ૩૬૬ પોઇન્ટ વધીને ૩૬રર૦ અને નીફટી ૧૧પ પોઇન્ટ વધીને ૧૦૮પ૩ : ડોલર સામે રૂપિયો ૭૧.૧૩ access_time 5:25 pm IST

  • એમ્પલોઇઝ પ્રોવિડન્ડ ફંડના વ્યાજમાં વધારોઃ ૨૦૧૮-૧૯ ની સાલ માટે ૮.૬૫ ટકા વ્યાજ જાહેર કરાયું: ૨૦૧૭-૧૮ના નાણાંકિય વર્ષમાં ૮.૫૫ ટકા હતું access_time 6:40 pm IST