Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

સુરતના અઠવાલાઈન્સમાં સ્ટોરની સીલિંગ ધરાશાયી :એક કર્મચારીનું મોત

મહારાષ્ટ્રનો વતની મૃતક રુમસીંગ વસાવા છેલ્લા બે વર્ષથી સ્ટોરમાં કામ કરતો હતો

 

સુરતમાં અઠવાલાઇન્સ ખાતે ધીરજ સન્શ સ્ટોરની સિલિંગ ધરાશાયી થતા દબાઇ ગયેલા કર્મચારીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.સીલિંગ ધરાશાયી થયાના બનાવની જાણ થતા ફાયર કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. દબાઈ ગયેલા કર્મચારીને બહાર કાઢી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.મૃતક યુવક રૂમશીંગ વસાવા મૂળ મહારાષ્ટ્રનો વતની હતો.અને મેગા સ્ટોરમાં છેલ્લા 2 વર્ષથી કામ કરતો હતો. મોતના પગલે પરિવારને જાણ કરવામાં આવી હતી.

(10:25 pm IST)