Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ગાંધીનગરના ગોકળપુરા નજીક પોલીસે બાતમીના આધારે કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

ગાંધીનગર:શહેર તેમજ જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ શરૃ કરવામાં આવી છે ત્યારે સેક્ટર-૭ પોલીસે ગઇકાલે બાતમીને આધારે ગોકુળપુરા પાસેથી વિદેશી દારૃ ભરેલી કારને ઝડપી લીધી હતી અને તેમાં સવાર બે શખ્સોની ૪.૨૮ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા આ વિદેશી દારૃના જથ્થો ક્યાંથી લવાયો હતો તે જાણવા માટે આ દિશામાં તપાસ શરૃ કરવામાં આવી છે. ગુજરાતમાં આમ તો દારૃબંધી છે પરંતુ રાજસ્થાનની બોર્ડર ઉપરથી મોટાપ્રમાણમાં દારૃ ગુજરાતમાં ઘુસાડવામાં આવતો હોય છે. અવારનવાર પોલીસ દ્વારા દારૃ પકડવા માટે દોડધામ કરવામાં આવતી હોય છે જિલ્લામાં પણ ઠેકઠેકાણે બુટલેગરો સક્રિય થતા પોલીસ દ્વારા બાતમીદારોને સક્રિય કરી વિદેશી દારૃનો જથ્થો પકડવામાં આવી રહ્યો છે ત્યારે સે-૭ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કોન્સ્ટેબલ મહાવિરસિંહને બાતમી મળી હતી કે, જીઆઇડીસીથી ગોકુળપુરા જવાના માર્ગ ઉપર એક વિદેશી દારૃ ભરેલી કાર પસાર થઇ રહી છે આ બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીજે.૦૧.એચએમ.૪૭૯૭ નંબરની આ કારને ઝડપી પાડી હતી. જેમાંથી સુદામાપ્રસાદ ધીરેન્દ્રપ્રસાદ સોની રહે.ઇસનપુર અમદાવાદ અને પવનસિંહ જયપ્રકાશસિંહને ઝડપી પાડયા હતા. પોલીસે કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૃની કુલ ૨૦ પેટી કિંમત રૃપિયા ૧.૦૮ લાખ રૃપિયા અને કાર મળી કુલ ૪.૨૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો આ વિદેશી દારૃનો જથ્થો ક્યાંથી લવાયો હતો અને ક્યાં લઇ જવાનો હતો તે જાણવા પોલીસે વધુ તપાસ શરૃ કરી છે.

 

 

(5:11 pm IST)