Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

સરકારે બે વર્ષમાં ૪૦૯૮૦ કરોડની લોન લીધીઃ નીતિનભાઇ

ગાંધીનગર તા. ૨૧ : રાજ્ય સરકારે બજારમાંથી મેળવેલ લોન અંગે કોંગ્રેસના હિંમતસિંહ પટેલ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં નાણા મંત્રીશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે, તા. ૩૧-૧૨-૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૧૫-૧૬ના વર્ષમાં રૂ. ૧૬૨૬૦ કરોડ અને વર્ષ ૨૦૧૬-૧૭ના વર્ષમાં રૂ. ૨૪૭૨૦ કરોડની લોન રાજ્ય સરકારે લીધી છે.

આ લોન કેટલી મુદ્દત માટે લેવામાં આવી છે તેવા પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે, વર્ષ ૨૦૧૫-૧૬ના વર્ષમાં જે લોન લીધી તેની મુદ્દત ૧૦થી ૧૫ વર્ષની છે. જ્યારે વર્ષ ૨૦૧૬-૧૭માં જે લોન લીધી તેની મુદ્દત ૨ થી ૧૦ વર્ષની છે. આ લોન રાજ્ય વિકાસ આયોજનના કામો સિધ્ધ કરવા માટે તેમજ વાર્ષિક વિકાસ યોજનાના કામો માટે આ લોનનો ઉપયોગ કરવામાં આવે છે.

(4:17 pm IST)