Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

સરકારને ૧ વર્ષમાં પેટ્રોલમાં ર૮૬ર અને ડીઝલમાં ૬૩૭૧ કરોડ રૂ. વેટ પેટે મળ્યા

ગાંધીનગર તા. ર૧ : રાજય સરકારને પેટ્રોલ, ડિઝલ, સી.એન.જી. પરના વેરાની આવક અંગે. કોંગ્રેસના રાજેન્દ્રસિંહ પરમારના પુછવામાં આવેલ પ્રશ્નના ઉતરમાં નાયબ મુખ્યમંત્રી નિતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે તા.૩૧/૧૧/૧૯ ની સ્થિતિએ જે વેરો લેવામાં આવે છે.તેની વિગતો આ મુજબ છ.ે

પેટ્રોલ-ડીઝલમાં વીસ-વીસ ટકા વેટ અને ૪ ટકા સેસ તથા સીએન.જી અને પીએનજીમાં પંદર-પંદર ટકા વેટ લેવામાં આવેલ છે તા. ર૦૧૬-૧૭ના વર્ષમાં પેટ્રોલમાં રૂ. ર૮૬ર.૪૧ કરોડ વેટ અને પ૯ર.૯ર કરોડ સેસની આવક થયેલ ડીઝલમાં ૬૩૭૧.૧૯ કરોડ વેટ અને ૧૩૧૯.૭ર કરોડ સેસની આવકા થયેલ સી.એન.જી. ૪૪૦.૧૮ કરોડ અને પી.એન.જી.માં ૯રપ.૦પ કરોડની આવક થઇ હતી.

(4:05 pm IST)