Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

જન મન અભિયાન અંતર્ગત વલસાડના ધોબી તળાવ સ્‍લમ વિસ્‍તારમાં મેડીકલ કેમ્‍પ યોજાયો

વલસાડ: વલસાડ જિલ્લા વહીવટીતંત્રના નવા અભિગમ એવા જન મન અભિયાન અંતર્ગત  દર બુધવારે જિલ્લાના સ્‍લમ વિસ્‍તારમાં સાંજના ૬-૦૦ થી ૮-૦૦ દરમિયાન મેડીકલ કેમ્‍પ યોજવાના ભાગરૂપે  જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલની દીર્ઘ દ્રષ્‍ટિ સ્‍વરૂપ નવું અભિયાન વલસાડના  ધોબી તળાવ ખાતેથી શરૂ કરવામાં આવ્‍યું હતું.આ અવસરે જિલ્લા કલેકટર શ્રી આર.આર.રાવલે જણાવ્‍યું હતું કે, સમાજ અને સરકાર સાથે બેસીને કામ કરે તો પરિણામ ચોકકસ મળે છે. તેમણે મેડીકલ કેમ્‍પનો ઉદ્દેશ સમજાવતાં જણાવ્‍યું હતું કે, જિલ્લાના ઝુંપડપટ્ટી, સ્‍લમ વિસ્‍તારોમાં આરોગ્‍યની ટીમ પહોંચીને સરકાર તમારે આંગણે પહોંચી હોવાનો અહેસાસ કરાવવાનો છે. બાળક, માતા કે અન્‍ય લોકોની આરોગ્‍યલક્ષી મુશ્‍કેલીઓ દુર કરવાનો છે. કોઇ પણ મહિલા સગર્ભા અવસ્‍થામાં મૃત્‍યુ પામે તેમજ સારવારના અભાવે બાળ મૃત્‍યુ થાય તે ઇચ્‍છનીય નથી. આપણાં બાળકો કુપાષિત રહી ન જાય તેની જવાબદારી આપણી છે. તેમણે સૌને સરકારની દરેક યોજનાનો લાભ લેવા તેમજ કોઇ પણ બાળક રસીકરણ વિના રહી ન જાય તેની કાળજી રાખવાની સાથે સગર્ભા બહેનોને મેડીકલ સારવાર નિયમિતપણે કરાવવા પણ જણાવ્‍યું હતું. આ અવસરે મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારીશ્રી અનિલ પટેલે સ્‍વાગત પ્રવચનમાં સૌને આવકારી આરોગ્‍ય વિભાગની વિવિધ  યોજનાની જાણકારી આપી હતી. આ અવસરે પોગ્રામ ઓફિસર જયોત્‍સનાબેન પટેલ અને તાલુકા હેલ્‍થ ઓફિસર કમલભાઇએ રાજ્‍ય સરકારની યોજનાકીય માહિતીથી સૌને અવગત કર્યા હતા.આ અવસરે જરૂરિયાતમંદ લોકોને તબીબી સારવાર આપવામાં આવી હતી.
આ અવસરે આરોગ્‍યની ટીમ, સ્‍થાનિક કોર્પોરટર સહિત શહેરીજનો ઉપસ્‍થિત રહ્યા હતા.

(7:00 pm IST)