Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વલસાડ શહેરમાં કાર ચાલકો સામે ટ્રાફિક પોલીસની લાલઆંખ-સીટ બેલ્ટ વગર કાર ચલાવતા અનેક ચાલકો દંડાયા

જિલ્લા પોલીસ વડા ડો રાજદીપ સિંહ ઝાલા અકસ્માત અટકાવવા પોતે મેદાનમાં :તેમનું માર્ગદર્શન અકસ્માત અટકાવવા મદદગાર નીવડશે

(કાર્તિક બાવીશી દ્વારા )રાજયમાં હાલ આગામી એક માસ સુધી ટ્રાફિક અવરનેસના ભાગ રૂપે જિલ્લા ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા અનેકો ડ્રાઈવ ચાલી રહી છે. જેનો મુખ્ય ઉદ્દેશ રોજ-રોજ થતા અકસ્માતના કારણે અનેક નિર્દોષ લોકો મોતને ભેટતા હોય છે.જેને ધ્યાને રાખી અકસ્માત નું પ્રમાણ ઓછું થાય અને અકસ્માત થતા અટકે, અને લોકોનું અમૂલ્ય જીવ બચી શકે તેવા પ્રયાસ કરાઈ રહ્યા છે.
ત્યારે વલસાડ સીટી ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં બેફામ ગતિ એ ફરતી કાર ચાલકો અને સીટ બેલ્ટ વગર  કાર હંકારતા ચાલકો સામે લાલ આંખ કરી તેમને દંડ કરી ટ્રાફિક નિયમન અંગે સૂચિત કર્યા હતા.

(6:41 pm IST)