Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વલસાડ સિટી પીઆઇ વી.ડી. મોરીએ સિટી પોલીસ સ્ટેશનમાં હાજર થતાની સાથે જ દારૂના 5 અને જુગારના 2 કેસ કર્યા

વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાએ સિટી પીઆઇ તરીકે વી. ડી. મોરીની નિમણૂક કરતાં સિટી વિસ્તાર બે નંબરના ધંધાથી મુક્ત થશો

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ સિટી પોલીસે શહેરમાં ચાલતા દારૂના અડ્ડાઓ અને જુગારધામો પર ગત સાંજે એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં તેમણે દારૂના 5 અને જુગારના 2 કેસ કરતાં શહેરના અસામાજીક  તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
 વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાએ સિટી પીઆઇ તરીકે વી. ડી. મોરીની નિમણૂક કરતાં તેમણે સિટી પોલીસનના હેડકોન્સ્ટેબલ સંજય, ઇશ્વરભાઇ, કોન્સ્ટેબલ રાજકુમાર, કિરીટસિંહ, ધનશ્યામસિંહ અને હરદેવસિંહે વલસાડની નામચીન એવી મટકા ક્વીન તારા બાબુભાઇ પટેલના જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. તેની પાસેથી તેમણએ રૂ. 4450 કબજે લીધા હતા. ત્યારબાદ તેમણે શહિદ ચોક વિસ્તારમાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી બળવંત પટેલ, પ્રકાશ પટેલ,ને પકડી પાડ્યા હતા. જ્યારે ગણેશ પટેલ અને વોન્ટેડ જાહેર કર્યો હતો. આ સિવાય તેમણે પોલીસ પર હુમલો કરનારી અલુબેન ટંડેલના ઘરે દારૂની રેડ કરી બિયરના 2 ટીન પકડી પાડ્યા હતા. તેમજ તેમણે ફરહાના અબ્બાસ શેખ, મેહુલ રમેશ ઓડ, કમુ અશોક રાણા અને હિરેન ઉર્ફે પિન્ટુ ભીખુ પટેલ સામે પણ દારૂના કેસ કર્યા હતા. એક સાથે દારૂના 5 કેસ કરી તેમણે શહેરના બુટલેગરોને ધંધો બંધ કરવાની ચેતવણી આપી દીધી છે.

(6:35 pm IST)
  • ભારતે મોકલેલ વેક્સીનનો જથ્થો ભૂટાનમાં આવી પહોંચ્યો access_time 5:09 pm IST

  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,183 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,10,632 થઇ :એક્ટિવ કેસ 1,90,498 થયા: વધુ 17,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,62,843 થયા :વધુ 132 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,886 થયા access_time 1:13 am IST

  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST