Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કોંગ્રેસ દ્વારા કરકથલ અને થોરી મુબારક ગામમાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ ઉપસ્થિત રહ્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી  પહેલા જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાની કરકથલ જીલ્લા પંચાયત સીટમા ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ દ્વારા ગુરુવારે જન સંપર્ક કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય લાખાભાઇ ભરવાડની ઉપસ્થિતિમાં કરકથલ અને થોરી મુબારક  ગામ સ્થાનિક સ્વરાજ્યની વિરમગામ તાલુકાની જીલ્લા/તાલુકા પંચાયતની ચૂંટણી અંતર્ગત મહાજનસંપર્ક કાર્યક્રમ યોજાયો હતો

(6:22 pm IST)