Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

માંડલ ખાતે ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી

માંડલ ખાતે ૧૦૦ કોરોના વોરીયર્સે વેક્સીન લીધી અને અને કોઇ પણ વ્યક્તિને ગંભીર સાઇડ ઇફેક્ટ થઇ નથી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :આખા દેશના લોકો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા તે કોરોના સામે રક્ષણ આપતા કોવીશીલ્ડ વેક્સીનેશનનો પ્રારંભ ૧૬ જાન્યુઆરીથી દેશભરમાં કરવામાં આવ્યો છે ત્યારે અમદાવાદ જિલ્લાના માંડલ ખાતે કોવીશીલ્ડ વેક્સીનેશનની શરૂઆત  કરવામાં આવી અને કોરોના વોરીયર્સ એવા આરોગ્ય કર્મચારીઓને સૌ પ્રથમ રસી આપવામાં આવી હતી. સરકારી આરોગ્ય કર્મચારીઓ, આઇસીડીએસ વિભાગના કર્મચારીઓ,  પ્રાઇવેટ પ્રેક્ટિસનર્સ સહિતના ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને કોવીશીલ્ડ વેક્સીન આપવામાં આવી હતી. માંડલ ખાતે ૧૦૦ કોરોના વોરીયર્સે વેક્સીન લીધી હતી અને કોઇ પણ વ્યક્તિને ગંભીર સાઇડ ઇફેક્ટ થઇ નથી. કોવીશીલ્ડ વેક્સીન લીધા પછી પણ કોવીડ પ્રોટોકોલ જાળવવો જરૂરી છે. તેમ માંડલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.દિપક પટેલે જણાવ્યુ હતુ.(તસવીરઃ-જગદીશ રાવળ (ટ્રેન્ટ)

(6:20 pm IST)