Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

સુરત:અમરોલી-ગણેશપુરાના શખ્સને 50પૈસાના ટકા પર વ્યાજે રૂપિયા આપવાની લાલચ આપી શખ્સે 8.42 લાખની મતા પડાવી વિશ્વાસઘાત આચરતા પોલીસ ફરિયાદ

સુરત:અમરોલી-ગણેશપુરાના પાનના ગલ્લાના માલિકને 50 પૈસાના ટકા પર વ્યાજે રૂપિયા અપાવવાની લાલચ આપી સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરાવવાના અને સોનાના દાગીના મળી કુલ રૂા. 8.42 લાખની મત્તા પડાવી લઇ વિશ્વાસઘાત કરનાર વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાય છે.

અમરોલી-ગણેશપુરા પાણીની ટાંકી નજીક રિધમ રેસીડન્સીમાં હર ભોલે પાન સેન્ટર નામે ગલ્લો ચલાવતા હરેશ નરસીભાઇ જાદવ (ઉ.વ. 55 રહે. એ 102, સન્ડે રેસીડન્સી, અમરોલી-સાયણ રોડ અને મૂળ. રાજપુત શેરીના નાકે, વાઘાણી ચોક, વલ્લભીપુર, જિ. ભાવનગર) ના ગલ્લા પર પાંચેક મહિના અગાઉ દિવ્યાંગ ભાસ્કર પટેલ (રહે. બી 205, ગૌતમ એપાર્ટમેન્ટ, 99 શોપીંગની બાજુમાં, અમરોલી) આવ્યો હતો. 

દિવ્યાંગે તમારે રૂપિયાની જરૂર હોય તો હું તમને 50 પૈસા વ્યાજે તમને રૂપિયા અપાવીશ તેવી લાલચ આપી સ્ટેમ્પ પેપરના લખાણ માટે રોકડા રૂા. 30 હજાર અને ચેકથી રૂા. 43,987 આપવા પડશે એમ કહ્યું હતું. જેથી 50 પૈસા વ્યાજે રૂપિયાની લાલચમાં હરેશે તુરંત જ રોકડા રૂા. 30 હજાર અને ચેક આપ્યો હતો.

(5:10 pm IST)