Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વડોદરા નજીક જીએસએફસી બ્રિજ નીચે મધ્ય રાત્રે એસટી ચાલકે બાઇકને હડફેટે લેતા બાઈક સવાર બે મિત્રોના કમકમાટીભર્યા મોત

વડોદરા:નજીક જીએસએફસી બ્રિજ નીચે ગઇ મોડી રાત્રે એક એસટીના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક સવાર બે મિત્રોના કરૃણ મોત નિપજ્યા હતાં.

આ અંગેની વિગત એવી છે કે મુળ બિહારનો વતની પરંતુ હાલ નંદેસરી ચોકડી પાસે એલ એન્ડ ટી કંપનીના કેમ્પમાં રહી નોકરી કરતો વિવક કનૈયાલાલ શાહ(ઉ.વ.૩૩)ને પોતાના વતન બિહાર જવાનું હોવાથી રાત્રિની ટ્રેન પકડવા છાયાપુરી રેલવે સ્ટેશન જવા તેના મિત્ર દિપક રામબાબુ સિંગ (ઉ.વ.૨૭) સાથે બાઇક પર બેસીને જતો હતો.

બંને મિત્રોની બાઇક જીએસએફસી બ્રિજ નીચેથી છાણી તરફ જતી હતી ત્યારે પૂરપાટઝડપે જતી એક એસટી બસે બાઇકને ટક્કર મારતા બંને મિત્રો રોડ પર પટકાતા બંનેને માથામાં ગંભીર ઇજા થઇ હતી. બંને મિત્રોને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા પરંતુ વિવેકનું મોત નિપજ્યું હતું જ્યારે ટૂંકી સારવાર બાદ દિપકનું પણ મોત થયું હતું. આ બનાવ અંગે છાણી પોલીસે એસટી ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:06 pm IST)
  • ખેડુત આંદોલન મુદ્દે ઈન્દ્રનીલ રાજયગુરૂ અને પાલ આંબલીયાની સવારે અટકાયત બાદ સાંજે તેઓને છોડી મુકાયા બાદ ફરી તેઓ 'અકિલા' ચોકમાં ધરણા પર બેસતા ફરી અટકાયત : રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ - પોલીસ વચ્ચે પકડમ્ દાવ શરૂ : ફરી ધરણા પર બેઠેલા ઈન્દ્રનીલ સહિતના ખેડૂત આગેવાનોની અટકાયત કરી હેડ કવાર્ટર લઈ જવાયા : જયાં સુધી ખેડૂત આંદોલનની મંજૂરી નહિં મળે ત્યાં સુધી ધરણા કરવા ઈન્દ્રનીલ મક્કમ access_time 6:39 pm IST

  • જીએસટીએન નેટવર્ક ઉપર મોટો સાયબર હુમલો : 'જીએસટીએન' નેટવર્ક ઉપર મોટો સાયબર અટેક થયો છે : કેટલાક કલાકો માટે ટેકસ સંબંધિત તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે : ન્યુઝ ફર્સ્ટ જણાવે છે કે સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે. access_time 3:32 pm IST

  • આરએસએસના સર સંઘચાલક મોહન ભાગવત શનિ-રવિ રાજકોટમાં :મોહન ભાગવતજી સંઘના અધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે બેઠક કરી સમાજની પ્રવર્તમાન સ્થિતિ અંગે ચર્ચા - વિચારણા કરશે : કોરોના કાળના પગલે પ્રેસવાર્તા કે કોઈ કાર્યક્રમમાં ભાગ લેશે નહિં access_time 1:07 pm IST