Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

વડોદરાના અટલાદરામાં સગીર વયની વિદ્યાર્થીનીને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપી દુષ્કર્મ આચરનાર શિક્ષકને અદાલતે આજીવન કેદની સુનવણી કરી

વડોદરા:શહેરના અટલાદરાના જય ટયૂશન કલાસની ધો.12 સાયન્સની સગીર વયની વિદ્યાર્થિનીને પેપર લીક કરાવીને પરીક્ષામાં પાસ કરવાની લાલચ આપીને વિવિધ શહેરની હોટલમાં દુષ્કર્મ ગુજારવાનો આરોપ ધરાવતાં ટીચર વિનુ કતારીયાને અદાલતે બળાત્કાર અને પોકસોના ગુનામાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે.

શિક્ષણ વિભાગ દ્વારા વિનુ કાતરિયાની (રહે - સહજાનંદ ડુપ્લેક્સ ,ચાણક્ય નગરી પાછળ, કલાલી રોડ ,વડોદરા -મૂળ/રહે. ગીર સોમનાથ)વર્ષ 2009માં ગોરવા રોડની અગ્રણી એલેમ્બિક સ્કૂલમાં બાયોલોજી ટીચર તરીકે નિયુક્તિ કરવામાં આવી હતી. બે વર્ષ અગાઉ તેની સામે માંજલપુર પોલીસ મથકે વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને શિક્ષક પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જે અંગેનો કેસ અદાલતમાં ચાલી જતાં અદાલતે આરોપીને આજીવન કેદ સુધી લંબાવી શકાય તેવી સખત કેદની સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો છે. ચુકાદો આપતા સમયે અદાલતે નોંધ્યું હતું કે, આરોપી શિક્ષક હોય અને  પત્ની તથા બે સંતાનોનો પિતા હોવા છતાં પોતાની પત્ની અને નાની દિકરીના ભવિષ્યની ચિંતા કર્યા વિના વાસનામાં અંધ બની માત્ર પોતાની હવસ સંતોષવાના ભાગરૂપે સગીર વિદ્યાર્થિનીને શિક્ષણ આપવાના બદલે પોતાના શિક્ષક તરીકેના હોદ્દાનો દુરપયોગ કરી લાંબા સમય સુધી શારીરિક શોષણ અને બળાત્કાર કરી હેવાનિયતભર્યું કૃત્ય આચર્યું છે તે જોતા આરોપીઓનું કૃત્ય અત્યંત ગંભીર પ્રકારનું કૃત્ય છે આવા ગુનામાં આરોપીને યોગ્ય સજા કરવામાં ના આવે તો તેનાથી સમાજમાં ખોટો સંદેશો જશે.

(5:04 pm IST)
  • સત્તાના સૂત્રો સંભાળતાવેંત જો બાયડનનો સપાટો: ટ્રમ્પના ૧૫ નિર્ણયો ફેરવી નાખ્યા:માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાત :who માં અમેરિકા ફરી જોડાઈ ગયું: પાકિસ્તાન સામે સખત વલણ ચાલુ રહેશે: મેક્સિકો વોલ માટે ઇમર્જન્સી ખતમ કરવામાં આવી અને અમેરિકામાં માસ્ક અને સોશ્યલ distance ફરજિયાત બનાવાયા. access_time 11:33 am IST

  • દેશના બે રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોના હાહાકાર મચાવી રહ્યો છે: અન્યત્ર સતત ધીમો પડવા લાગ્યો છે : કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં લગભગ સાત હજાર નવા કેસો અને મહારાષ્ટ્રમાં સતત ત્રણ હજાર નવા કોરોના કેસો બહાર આવ્યા: ગુજરાતમાં કેસોની સંખ્યા લગાતાર ૫૦૦ નીચે ચાલી રહી છે: પુડુચેરીમાં ૩૧, આસામમાં ૩૨, હિમાચલમાં ૬૩, ગોઆમા ૮૭, કોલકત્તામાં ૮૯, જમ્મુ-કાશ્મીરમાં ૧૦૯ અને અમદાવાદમાં ૧૦૨ નવા કેસ નોંધાયા છે access_time 11:08 am IST

  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST