Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

૬ મનપાની ટૂંક સમયમાં ચૂંટણી

૨૧ ફેબ્રુઆરીના રોજ યોજાઈ શકે છે મતદાન

નવી દિલ્હી, તા.૨૧: સ્થાનિક સ્વરાજયની ચુંટણીને લઈને જયારે દરેક પક્ષ પૂરતી તૈયારી કરીને બેઠો છે ત્યારે હવે ચૂંટણીની તારીખ ટુંક જ સમયમાં જાહેર થઈ શકે છે એવામાં ગાંધીનગરના સૂત્રો દ્વારા એવું જાણવા મળ્યું છે કે, ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયામાં ચૂંટણીઓ યોજાઈ શકે છે.

આગામી ટૂંક સમયમાં ૬ મનપાની ચૂંટણી યોજાશે એવામાં જો સૂત્રોનું માનીયે તો અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટમાં મહાનગરપાલિકામાં ૨૧મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે. ૩૧ જિલ્લા પંચાયત ૨૩૧ તાલુકા પંચાયત ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાની સંભાવનાઓ દેખાઈ રહી છે.

(3:53 pm IST)
  • પુલવામામાં 40 જવાનોની શહીદી ચૂંટણી જીતવાનું ભાજપનું ષડયંત્ર હતું : શિવસેનાના મુખપત્ર ' સામના ' માં સનસનીખેજ આરોપ : લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે 40 જવાનોનો ભોગ લીધો access_time 5:19 pm IST

  • રાજસ્થાનના દોઢ ડઝન જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: રાજસ્થાનના ૧૭ જિલ્લામાં બર્ડ ફ્લુનો પગપેસારો: સત્તાવાર જાહેરાત: રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૧૮૧ પક્ષીઓ મૃત્યુ પામેલ મળી આવ્યા છે. access_time 12:16 am IST

  • દેશની ચારેય ટોચની તપાસનીશ સંસ્થાઓને એક છત્ર હેઠળ લાવવા કસરત શરૃ : મોદી સરકાર ગંભીર રીતે દેશની ટોચની તમામ તપાસનીશ સંસ્થાઓને એક જ વડાના આધિપત્ય નીચે લાવવા ગંભીરતાથી વિચારી રહી છે જેમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ), ડીઆરઆઈ (ડાયરેકટર ઓફ રેવન્યુ ઈન્ટેલીજન્સ), ડીઓડબલ્યુ (ઈકોનોમીક ઓફેન્સ વિંગ) અને એફએસઆઈઓ (સીરીયસ ફ્રોડ ઈન્વેસ્ટીગેશન ઓફીસ) આ તમામને એક જ છત્ર નીચે અને એક જ અધિકારીના વડપણ હેઠળ લાવવા મોદી સરકાર માગે છે : આગામી ૧લી ફેબ્રુઆરીના કેન્દ્રીય બજેટમાં અથવા તો તેના પછી જાહેરાત થઈ શકે તેમ ન્યુઝ ફર્સ્ટ જણાવે છે. access_time 3:32 pm IST