Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

પત્નીના લાખો રૂપિયાના વિમાની રકમ ઓળવી જવા પતિ દ્વારા જ ખોફનાક ષડયંત્ર

મોર્નીંગવોકમાં નીકળેલ મહિલાનું મોત અકસ્માત નહિ હત્યા હોવાનું સુુરત ક્રાઈમ બ્રાંચનો ધડાકો : યોગાનુયોગ ક્રાઇમ બ્રાન્ચ એસીપી આર. આર.સરવૈયા તથા પીઆઇ અને પીએસઆઈને પણ ઊંડે ઊંડે શંકા હતી તેવા સમયે જ યોગાનુંયોગ સીપી અજયકુમાર તોમરને પણ એક અરજીની વિગતો વાંચી કઇક ખોટું થયું હોવાની શંકા જાગતા ક્રાઇમ બ્રાન્ચને તપાસ આપતા ક્રાઇમ બ્રાન્ચ માટે તો દોડવું હતું અને ઢાળ મળવા જેવું થયું.

રાજકોટ. તા.૨૧, પતિ સાથે ર્મોનિંગ વોક પર નીકળેલ એ મહિલાનું મોત અકસ્માતે નહિ પરંતુ ખૂદ પતિ દ્વારા જ તેની પત્નીની હત્યાનું કાવત્રુ રચી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હોવાનું સુરત ક્રાઈમ બ્રાન્ચના તપાસમાં બહાર આવ્યું છે. આની સાથે સાથે હત્યા પાછળના કારણો પરથી પણ પડદો ઊંચકાય ગયો છે.      

સુરતમાં પુણે કુંભારીયા મેઈન રોડ પર મેઈન રોડ પર વહેલી સવારે ર્મોનિંગ વોક દરમિયાન પોતાની પત્નિ શાલિની નું અકસ્માતે મોત થયાની ફરિયાદ પુણે પોલીસ મથકમાં પતિ અનુજ કુમાર યાદવ દ્વારા દાખલ કરવામાં આવેલ.                         

 શાલિની ના પિતા વિગેરે દ્વારા આ મોત અકસ્માતે નહિ વિમાની રકમ માટે થય હોવા બાબતે પોલીસ કમિશનર અજય કુમાર તોમરને એક અરજી દ્વારા કરવામાં આવતા તેવો ચોકી ઉઠ્યા હતા.યોગનુંયોગ ક્રાઇમ બ્રાન્ચ એસીપી આર. આર.સરવૈયાને પણ પોતાના લાંબા અનુભવને કારણે આવી શંકા જાગી હતી.                     

 દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ અને પીએસઆઈ વિગેરે દ્વારા પણ પોતાના બાતમીદારો દ્વારા આજ પ્રકારની શંકા વ્યકત થયેલ. હવે બીજી તરફ સીપી અજય કુમાર તોમરે પણબનાવની ગંભીરતા સમજી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સુપરત કરી દીધેલ.                                  

ક્રાઇમ બ્રાન્ચના એડી.સીપી શરદ સિંઘલ ડીસીપી રાહુલ પટેલ વિગેરે સાથે ચર્ચ કરી એસીપી  આર.આર.સરવૈયા દ્વારા રણનીતિ નક્કી કરી અને ક્રાઇમ બ્રાન્ચના ઉપથી લય તાબાના સ્ટાફ દ્વારા થયેલ સર્વાંગી અને સૌરાષ્ટ્રની આગવી ઢબની પૂછપરછમાં આરોપી પતિ દ્વારા પોતાની પત્નીનું અકસ્માતે નહિ હત્યા થી મોત થયાનું કબુલેલ.   પતિ પત્ની વચ્ચે ના ઝઘડા દરમ્યાન પિયર પક્ષ દ્વારા ઠપકો અને સમાધાન થયા બાદ ઝઘડાઓ ચાલતાં.સમાધાન થયા બાદ પત્ની જૂની વાતો યાદ દેવડાવી ઝઘડો કરતી.આવી બાબતો થી તંગ આવી પોતાના મિત્ર મહમદ ઉર્ફ પપું ની મદદથી પ્લાન ઘડેલ. પ્રથમ પત્નીની ગળું દબાવી ટ્રક નજીક લાવી તેની નીચે નાખી કામ તમામ કરેલ.જોકે શાલીનીના પિતા દ્વારા વિમાની લાખોની રકમ માટે હત્યા કરી હોવાનું પોલીસ ને જણાવ્યું છે.

(1:20 pm IST)
  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST

  • વન વોર્ડ વન પ્રતિનિધિની અરજી અંગે સુપ્રિમમાં થઈ વધુ સુનાવણી : કાલે સરકાર વતી સોલીસીટર જનરલ તુષાર મહેતા કરશે રજૂઆત : કોંગ્રેસના રાઉત દ્વારા વન વોર્ડ વન પ્રતિનિધિની અરજી અંગે સુપ્રિમમાં સુનાવણી : નરેન્દ્ર રાઉતના વકીલ કપિલ સિબ્બલ છે access_time 6:38 pm IST

  • પુલવામામાં 40 જવાનોની શહીદી ચૂંટણી જીતવાનું ભાજપનું ષડયંત્ર હતું : શિવસેનાના મુખપત્ર ' સામના ' માં સનસનીખેજ આરોપ : લોકસભા ચૂંટણી જીતવા માટે ભાજપે 40 જવાનોનો ભોગ લીધો access_time 5:19 pm IST