Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

કલાઇમેટ રેસિલિયન્ટ સીટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા ફેઝ-૨ પ્રોજેકટની કામગીરી માટે MOU

શહેરી વિકાસ વિભાગ, કલાઇમેટ ચેન્જ તથા સાઉથ આફ્રિકાની ICLEI વચ્ચે થયા MOU આ પ્રોજેકટ અંતર્ગત કલાઇમેટ રેસિલિયન્ટ સીટી એકશન પ્લાન તૈયાર થશે

ગાંધીનગર, તા.૨૧: રાજયના શહેરી વિકાસ વિભાગ, કલાઇમેટ ચેન્જ વિભાગ- અમદાવાદ, રાજકોટ તથા વડોદરા મહાનગરપાલિકા અને આઇસીએલઇઆઇ સાઉથ એશિયા ( ICLEI South Asia ) વચ્ચે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશનના સહયોગથી કેપેસીટી બિલ્ડીંગ પ્રોજેકટ ઓન લો કાર્બન એન્ડ કલાઇમેન્ટ રેસિલિયન્ટ સીટી ડેવલપમેન્ટ ઇન ઇન્ડિયા ( કેપેસીટીસ ) ફેઝ – ૨ પ્રોજેકટની કામગીરી માટે MOU ( એમઓયુ ) કરવામાં આવ્યા હતા. આ પ્રોજેકટ અંતર્ગત સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન દ્રારા કલાઇમેટ રેસિલિયન્સની દિશામાં કામ કરવા માટે કુલ ૮ શહેરોને સપોર્ટ મળશે. જેમાં ગુજરાતના ત્રણ શહેરો અમદાવાદ, વડોદરા તથા રાજકોટ ઉપરાંત તામિલનાડુના ત્રણ શહેરો ઉદયપુર તથા સીલીગુરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પ્રોજેકટ હેઠળ અમદાવાદ, વડોદરા તથા રાજકોટ માટે કલાઇમેટ રેસિલિયન્ટ સીટી એકશન પ્લાન તૈયાર થશે. શહેરી વિસ્તારોના ક્રિટિકલ સેકટર્સ માટે પાઇલોટ પ્રોજેકટ અમલી બનાવી બેંકેબલ પ્રોજેકટ તથા કો-ફાઇનાન્સીંગ પ્રોજેકટ બનાવવા માટે તકનીકી સપોર્ટ પુરો પાડવામાં આવશે. રાજય સરકારના વિભાગોમાં કલાઇમેટ પ્લાનીંગ પ્રોસેસને ઇન્સ્ટિટયૂશનાલિસ કરવા માટે વધુ સહયોગ મળશે.

રાજયની મહાનગરપાલિકાઓના વિવિધ વિભાગોના કેપેસીટી બિલ્ડીંગ તથા નેશનલ અને ગ્લોબલ નોલેજ શેરિંગ માટે પણ વધુ સહયોગ મળશે. ઉપરાંત કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસીંગ એન્ડ અર્બન અર્ફેસ દ્રારા લોન્ચ કરાયેલી કલાઇમેટ સ્માર્ટ સીટીસ એસેસમેન્ટ ફ્રેમવર્ક માટે જરૂરી સહયોગ મળશે. આ પ્રોજેકટ અંતર્ગત કરવામાં આવનારી કામગીરી સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન દ્રારા ફન્ડેડ છે. આ પ્રોજેકટના અમલીકરણ માટે શહેરી વિકાસ વિભાગ, કલાઇમેટ ચેન્જ વિભાગ, અમદાવાદ, રાજકોટ તથા વડોદરા મહાનગરપાલિકા અને આઇસીએલઇઆઇ સાઉથ એશિયા વચ્ચે એમઓયુ કરવામાં આવ્યા છે. આ પ્રોજેકટના ફેઝ-૧ અંતર્ગત રાજકોટ શહેર માટે કલાઇમેટ રેસિલિયન્સની દિશામાં વિવિધ પગલાં લેવામાં આવ્યા હતા. આ પ્રોજેકટ અંતર્ગત આઇસીએલઇઆઇ સાઉથ એશિયા દ્રારા રાજકોટ શહેર માટે કલાઇમેટ રેસિલિયન્ટ સીટી એકશન પ્લાન તૈયાર કરી તેનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. જેના માટે સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન  દ્વારા આર્થિક સહાય પુરી પાડવામાં આવી હતી. આ તમામ પ્રોજેકટનું વાર્ષિક મોનીટરીંગ કરીને રિપોર્ટ મહાનગરપાલિકાને સબમીટ કરવામાં આવે છે.

આ પ્રોજેકટ અંતર્ગત સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ તથા તેના અનુસંધાને વિવિધ ઇનિશિયેટીવના સફળ અમલીકરણ માટે સોલિડ વેસ્ટ કવોન્ટિટી તથા કેરેકટરીસ્ટિકસની પણ ડિટેઇલ સ્ટડી કરી છે તેમ જ લોકલ વોટર રિસોર્સના ઓગ્મેન્ટેશન માટે ગ્રાઉન્ડ વોટર/ એફવીફર રિચાર્જ, રેઇન વોટર હાર્વેસ્ટીંગ તથા વેસ્ટ વોટર રીયુઝ માટે વિવિધ ઇન્ટરવેનશન જેવા વિષય પર સ્ટડી કરવામાં આવ્યો છે.

મ્યુનિ. કોર્પોરેશનના વિવિધ સેકટરમાં થતા વીજ વપરાશ માટે સોલર પાવરના કેપ્ટીવ વપરાશ માટે ટેકનીકલ ફિઝીબીલીટી સ્ટડી પણ કરવામાં આવ્યો છે તથા તેના સફળ અમલીકરણ માટે ટેકનીકલ સહયોગ પણ આ પ્રોજેકટના ફેઝ-૨માં કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં સ્વિત્ઝરલેન્ડના ભારત ખાતેના રાજદૂત ડો. રાલ્ફ હેકનર, રાજયના શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી, કલાઇમેન્ટ ચેન્જ વિભાગના અગ્રસચિવ એસ.જે. હૈદર, નિર્મલ ગુજરાતના સચિવ લોચન સહેરા, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના નિયામક બિજલ શાહ, ICLEI સાઉથ એશિયાના વડા ઇમાનીકુમાર તથા સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કો-ઓપરેશન અને વિવિધ સહયોગી સંસ્થાઓના પ્રતિનિધિઓ વીડીઓ કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા.

(11:49 am IST)