Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

પતિની આવકના પુરાવા તરીકે રજૂ થયેલા બે વર્ષના આઇટી રીટર્ન કોર્ટે ગ્રાહ્ય રાખ્યા

કેમિકલ ફેકટરીના ડિરેકટરને ૩ સંતાનોની ૧.૪૬ લાખની ફી ચૂકવવા આદેશ

મુંબઇ,તા.૨૫ : પતિ-પત્નીના આંતરિક ખટરાગ વચ્ચે બાળકો અક્ષરજ્ઞાનથી વંચિત નહીં રહે તે માટે અત્રેની ફેમિલી કોર્ટે કેમિકલ ફેકટરીના ડાયરેકટરને તેમના ત્રણ સંતાનોની અભ્યાસની ફી ચુકવવા આદેશ કર્યો હતો. કેમિકલનો બિઝનેઝ કરતા પતિની આવક સારી હોવા છતાં બાળકોના અભ્યાસની ફી ભરવામાં આનાકાની થઇ રહી હોય પત્ની દ્વારા પતિની આવકના પુરાવા સ્વરૂપે કોર્ટમાં આઇ.ટી. રિર્ટન રજૂ કરાયા હતા. કોર્ટે આ પુરાવાઓ ગ્રાહ્ય રાખી ત્રણ સંતાનોની રૂપિયા ૧.૪૬ લાખની ફી ભરવા પતિને હુકમ કર્યો હતો.

સુરતી મોઢ વણિક સમાજના યુવક જીગ્નેશના વર્ષ ૨૦૦૧માં મોના નામની યુવતી સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતિ ત્રણ બાળકોના માતા- પિતા થયા હતા. લગ્નજીવન દરમિયાન દંપતિ વચ્ચે નાની નાની બાબતોએ શરૂ થયેલા મતભેદ સપાટી ઉપર આવ્યા હતા. સાસરે થઇ રહેલા માનસિક ત્રાસને કારણે પત્ની મોનાએ બાળકો સાથે પતિનું ઘર છોડી પિયરમાં આશરો લીધો હતો. પિયરમાં આવ્યા બાદ મોનાબેનના ત્રણેય સંતાનોના અક્ષરજ્ઞાનની જવાબદારી તેણીના પિયર પક્ષ દ્વારા ઉઠાવાઇ રહી હતી. બીજીતરફ પતિ જીગ્નેશે પત્ની મોનાથી અલગ થવા કોર્ટમાં છૂટાછેડાની અરજી ફાઇલ કરી હતી.

લોકડાઉન વચ્ચે ત્રણેય બાળકોના અભ્યાસની ફીને લઇને મોનાબેનની ચિંતા ઘેરી બની હતી. તેણીએ પતિ જીગ્નેશને બાળકોની એજ્યુકેશન ફી ભરવા માટે આર્થિક વ્યવસ્થા કરવા કોલ કર્યો હતો. જોકે, જીગ્નેશ ફી ભરવાનો સ્પષ્ટ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો. પતિના આવા બેજવાદારીભર્યા રવૈયાને કારણે પત્ની મોનાબેને અત્રેની ફેમિલી કોર્ટમાં એડવોકેટ હિરલ પાનવાલા મારફતે અરજી કરી હતી. મોનાબેને પતિ જીગ્નેશ કેમિકલ ફેકટરીમાં ડાયરેકટર હોવાનુ તથા વર્ષે ૧૩ લાખ રૂપિયાની આવક હોવાનું કોર્ટમાં પુરવાર કર્યુ હતું.

આ માટે તેણીએ પતિના છેલ્લા બે વર્ષના ઇન્કમટેકસ રિર્ટન કોર્ટમાં રજૂ કર્યા હતા. જેને કોર્ટ ગ્રાહ્ય રાખી પતિ જીગ્નેશને તેના ત્રણેય સંતાનોના અભ્યાસની ફી પેટે રૂપિયા ૧.૪૬ લાખ ચુકવવા હુકમ કર્યો હતો.

  • કોર્ટમાં ગેરહાજર રહેતા પતિને દંડ પણ કરાયો 

ત્રણ સંતાનોની સાક્ષરતાને મુદ્દે મોનાબેન દ્વારા કોર્ટમાં પતિ જીગ્નેશ વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી. કોર્ટે તારીખ ઉપર હાજર રહેવા નોટીસ કાઢી હતી. તેમ છતા જીગ્નેશ તરફથી બેજવાબદારીભયું વલણ દાખવી કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા. કોર્ટે તેની ગંભીર નોંધ લઇ વારંવાર કેસ લંબાવવાને મુદ્દે જીગ્નેશને કુલ રૂપિયા ૨૫૦૦નો દંડ પણ ફટકાર્યો હતો.

(10:31 am IST)
  • શેલ્ટર હોમમાં ૩ મહિલાની લાજ લૂંટવામાં આવી: છત્તીસગઢમાં બિલાસપુરના એક શેલ્ટર હોમમાં ત્રણ મહિલાઓના યોન શોષણ નો મામલો બહાર આવ્યો છે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે access_time 12:15 am IST

  • રામ મંદિર નિર્માણ માટે વિજયભાઈએ ૫ લાખ અને રામભાઈ મોકરિયાએ ૧૧ લાખ જાહેર કર્યા: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે શ્રેષ્ઠઈઓની બેઠકમાં અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે પાંચ લાખ રૂપિયાના દાનની જાહેરાત કરી છે, જ્યારે મારુતિ કુરિયર પ્રાઇવેટ લિમિટેડના શ્રી રામભાઈ મોકરિયાએ રામ મંદિર નિર્માણ માટે ૧૧ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી. access_time 12:19 am IST

  • અર્નવ ગોસ્વામીએ રાહુલ ગાંધીને ટેલીવીઝન ઉપર ૧૨૧ લાઈવ ડીબેટ માટે ચેલેન્જ કરી રાહુલ ગાંધીએ તેના ઉપર કરેલા આક્ષેપો સાબિત કરી આપે નહિં તો અદાલતમાં તેના અને કોગ્રેસ પક્ષ વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરશે access_time 5:35 pm IST