Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

રાજપીપળા ખાતે 2.89 કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરીમાં ચાર મહિનાથી લિફ્ટ બંધ

લિફ્ટ બંધ હોવાથી અનેક કચેરીઓમાં જતા આવતા વૃદ્ધ અરજદારોને પરાણે દાદર ચઢવા પડે છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે ઓક્ટોમ્બર 2017 માં 2.89 કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરી લોકાર્પણના બે વર્ષ સુધી પડી રહ્યા બાદ કાર્યરત થઈ જેમાં મામલદાર કચેરી સહીતની અનેક કચેરીઓ કાર્યરત છે પરંતુ શરૂ થયાના ટૂંકા ગાળામાંજ કરોડોના ખર્ચ બાદ પણ આ મકાનમાં અનેક તકલીફો જોવા મળી છે.

   રાજપીપળાની નાંદોદ તાલુકા સેવા સદન કચેરીની બિલ્ડીંગમાં છેલ્લા લગભગ ૪ મહિના થી લિફ્ટ ખોટકાયેલી હોવાથી સિનિયર સિટીજનોને પરાણે દાદર ચઢી ઉપર જવું પડે છે.અગાઉ ફાયર સેફટી બાબતે લાલીયાવાડી જોવા મળી હતી ત્યારબાદ અસહ્ય ગંદકી ની પોલ ખુલી અને હાલ ચાર મહિના થી લિફ્ટ બંધ સહિતની એક બાદ એક તકલીફો આ કરોડોના ખર્ચે બનેલી કચેરીમાં શરૂ થયાના ટૂંકા ગાળામાં જ જોવા મળતી હોય તેના પરથી કચેરીમાં બેસતા અધિકારીઓની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.

 એક તરફ ખુદ પીએમ નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન, ઓનલાઇન સિસ્ટમ વૃદ્ધ પેન્શન યોજના સહિતની કામગીરી આવી કચેરીઓમાં કરાવે છે પરંતુ અહિયાં આવતા વૃધ્ધોને અનેક મુસીબતો માંથી પસાર થવું પડે છે ત્યારે એ તકલીફો કોણ દૂર કરશે.

(8:16 pm IST)