Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

વિરમગામ તાલુકાના જખવાડામાં આનંદીબેન પટેલના હસ્તે પંચાયત ઘરનું લોકાર્પણ કરાયુ

ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિરમગામના જખવાડા ગામના મહેમાન બન્યા

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા ) વિરમગામ : અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકાના જખવાડા ગામના ગુજરાત રાજ્યના પુર્વ મુખ્યમંત્રી અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ મહેમાન બન્યા હતા. આનંદીબેન પટેલના વરદ હસ્તે જખવાડા ગામમાં સત્ય પ્રેમ કરુણા પ્રવેશ દ્વાર, પક્ષીઘર, નવા ગ્રામ પંચાયતનું મકાન, પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં ઉત્તરપ્રદેશના રાજ્યપાલ  આનંદીબેન પટેલ, સાંસદ ડો, મહેન્દ્ર મુજપરા, અનાર પટેલ (ડાયરેક્ટર લવ ઇન્ડિયા ફેલોશિપ), ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજ, કિરીટસિંહ ગોહિલ, પ્રમોદભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, લખુભા મોરી, જખવાડાના સરપંચ મનોજસિંહ ગોહિલ, જનકભાઇ સાધુ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

   જખવાડા ગામના યુવા સરપંચ મનોજસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના વરદ હસ્તે જખવાડા ગામમાં સત્ય પ્રેમ કરુણા પ્રવેશ દ્વાર, પક્ષીઘર, નવા ગ્રામ પંચાયતનું મકાન, પાણીની પરબનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મેં ગામના ૮ બાળકોને શિક્ષણના હેતુથી દત્તક લીધા છે અને તેમના તમામ શૈક્ષણીક ખર્ચમાં મદદરૂપ બનવામાં આવશે. આ કાર્યક્રમમાં ૨૦૦ વિધવા બહેનોને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતુ. માત્ર ૨૪ દિવસનાં બાળક ને ૧૧૦૦૦ રૂપિયા રોકડા આપવામાં આવ્યાં હતા. આ ઉપરાંત પોલિયો અભિયાન અંતર્ગત બાળકને મહામહિમ રાજ્યપાલના વરદ હસ્તે પોલિયો પણ પીવડાવવામાં આવ્યો હતો.

(7:37 pm IST)