Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ઉમરેઠ તાલુકાના શીલી ગામે પૂરપાટ ઝડપે જતી ટ્રકે સાયકલને હડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળેજ મૃત્યુ નીપજ્યું

ઉમરેઠ: તાલુકાના શીલી ગામે રહેતા અમરસિંહ સુખાભાઈ પરમાર (ઉ. વ. ૫૯)આજે સવારના સાડા અગિયાર વાગ્યાના સુમારે પોતાની સાયકલ પર ગામમાંથી ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે ટોકર તલાવડી પાસે પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રક નંબર જીજે-૦૧, ઈટી-૨૯૭૭એ ટક્કર મારતાં અમરસિંહભાઈને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતુ.

ઘટનાની જાણ ખંભોળજ પોલીસને થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લાશનો કબ્જો લઈને પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે ટક્કર મારીને ટ્રક મુકી ફરાર થઈ ગયેલા ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.

 

(5:23 pm IST)