Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

મહેસાણાના ટીબી રોડ પર લોકોના ઘરમાં નળમાંથી દુષિત વાદળી રંગનું પાણી આવતા સમસ્યા સર્જાઈ

મહેસાણા: શહેરમાં ટીબી રોડ પર આવેલ રામબાગમાં છેલ્લા એક સપ્તાહથી લોકોના નળમાંથી દૂષિત વાદળી રંગનુ પાણી આવતાં સમસ્યા સર્જાઈ છે. જેની જાણ થતાં નગરપાલિકાની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થાનિકોને આશ્વાસન આપીને પરત ફરી હતી. સતત આવી રહેલા દૂષિત પાણીને કારણે અહીં રહેતા લોકોને ગૃહવપરાશના પાણી માટે વલખાં પડી રહ્યા છે. જ્યારે આવા દૂષિત પાણીના સેવનથી રોગચાળો ફેલાય તેવી દહેશત સ્થાનિકોમાં ફેલાઈ છે.

મહેસાણાના ચકેશ્વરી ફ્લેટ નજીક આવેલા રામબાગ વિસ્તારમાં વસવાટ કરતા ૫૦થી વધુ પરિવારોને છેલ્લા એક સપ્તાહથી અજીબોગરીબ સમસ્યા નડી રહી છે. નગરપાલિકા દ્વારા પાણી છોડાતાં જ આ રહીશોના ઘરમાં પાણીના નળમાંથી વાદળીરતાશપણું તેમજ પીળા રંગનુ દૂષિત પાણી આવે છે. આ દૂષિત પાણી લોકોના આરોગ્ય સામે ખતરારૃપ હોય તેવું લાગી રહ્યું છે. વળી ક્યારેક ગંદુ પાણી પણ આવતું હોવાથી આ પરિવારોને રોજબરોજ ગૃહવપરાશ માટે જરૃરી પાણી મેળવવા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નળમાંથી સતત આવી રહેલા વાદળી રંગના દૂષિત પાણી બાટલાઓમાં ભરીને લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેની જાણ થતાં સ્થાનિક નગરપાલિકા તંત્રની ટીમ રામનગર વિસ્તારમાં પહોંચી હતી. અહીં પ્રાથમિક તપાસ કર્યા બાદ મંગળવારે સર્જાયેલી સમસ્યાનું નિવારણ કરવાની ખાતરી આપી હતી.

(5:22 pm IST)