Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

ગાંધીનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃતિ હટાવવા પોલીસે દોડધામ હાથ ધરી: છાલા નજીકથી કારમાંથી 33.51 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો: આરોપી ફરાર થઇ જતા પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર: જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ અટકાવવા અને નશીલા પદાર્થની હેરાફેરી રોકવા પોલીસ દોડી રહી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ચિલોડા નજીક એક શંકાસ્પદ કાર જણાઈ હતી. જેથી પોલીસે તેનો પીછો કરતાં હિંમતનગર તરફ કાર દોડાવી હતી અને છાલા પાસે રોડ ઉપરના ડીવાઈડર પર કાર ચઢાવી તેનો ચાલક અંધારાનો લાભ લઈ નાસી છુટયો હતો. પોલીસે તપાસ કરતાં રાજસ્થાન પાર્સીંગની આ કારમાંથી ગાંજાના ૧પ પેકેટ મળી આવ્યા હતા. જે ૩૩.૦૫૧ કિલો ૧.૯૮ લાખનો ગાંજો અને કાર મળી ર.૯૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. કારના નંબરના આધારે હવે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે.   

જેથી પોલીસે ૧.૯૮ લાખનો આ ગાંજો જપ્ત કર્યો હતો. જ્યારે કારમાંથી આરસીબુક, વીમા પોલીસી સહિતના દસ્તાવેજો પણ કબ્જે કરી ર.૯૮ લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હતો. ત્યારે હવે કારના નંબરના આધારે તેના માલિકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. જેના થકી માલુમ પડશે કે આ ગાંજો કયાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો. જો કે રાજસ્થાનથી જ ગાંજો લવાયો હોવાનું પોલીસને પ્રાથમિક દ્રષ્ટીએ લાગી રહયું છે જેથી આ કેસની વધુ તપાસ હવે રાજસ્થાન તરફ થશે તે નક્કી છે. 

(5:21 pm IST)