Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

નડિયાદના કોલેજ રોડ પર બેકાબુ બનેલ કાર મહી કેનાલમાં ખાબકતા દોડધામ મચી જવા પામી: ત્રણ વર્ષની બાળકી સહીત ચાલકનો આબાદ બચાવ

નડિયાદ:શહેરના કોલેજ રોડ પર આવેલી મહી કેનાલમાં બેકાબુ કાર ખાબકતા દોડધામ મચી જવા પામી હતી. જો કે સ્થાનિકોને ઘટનાની જાણ થતા તાબડતોબ દોડી જઈ કારમાંથી ત્રણ વર્ષની બાળકી અને ચાલકને બહાર કાઢી બચાવી લીધા હતા.

નડિયાદ શહેરમાં પસાર થતી મહી કેનાલમાં બંને સાઈડમાં કેટલીક જગ્યાએ- રેલીંગના અભાવે નાના-મોટા અકસ્માતો સર્જાય છે. ત્યારે સોમવારના રોજ શહેરના કોલેજ રોડ પર ધોધથી ફતેપુરા જવાના કાચા માર્ગ પરની કેનાલમાં ડ્રાઈવરની બેદરકારીથી એક કારે જળ સમાધિ લેતા ચકચાર મચી જવા પામી છે.

નડિયાદમાં કોલેજ રોડ આવેલ મહી કેનાલની નહેરમાં સોમવારની સવારે એક ઘટના ઘટી હતી.ધોધથી ફતેપુરા જવાના કાચા રસ્તા ઉપર નહેરની નજીકથી પસાર થતા રોડ ઉપરથી એક ગાડી કેનાલના પાણીમાં ખાબકી હતી.સ્થાનિકોએ આ ઘટના જોતા તુરંત કેનાલના પાણીમાં કુદી ગાડીનો  ચાલક તથા ત્રણ વર્ષની બાળકીને બચાવી લઇ પાણીમાંથી બહાર કાઢયા હતા.

(5:21 pm IST)