Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

વ્યારાના છીરમામાં સાવકા પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો : 11 વર્ષના દીકરાની પથ્થરના ઘા ઝીકી હત્યા

મૃતક પુત્રની માતાએ ચાર દિવસ પહેલા આરોપીને છૂટાછેડા આપ્યા હતા.

તાપીઃ વ્યારામાં સમાજને હચમચાવતો કિસ્સો સામે આવ્યો છે. વ્યારાના છીરમા ગામે સાવકા પિતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હોવાની ઘટના બની છે. ઘટના બાદ આરોપી એવા સાવકા પિતાની પોલીસે ધરપકડ કરી હતી.

         મિત્રો સાથે ફરવા ગયેલા 11 વર્ષના છોકરાની માથાના ભાગે પથ્થરના ઘા મારી હત્યા કરી દેવામાં આવી હતી. હત્યારો તેનો સાવકો પિતા હતા.  મળતી માહિતી પ્રમાણે, મૃતક પુત્રની માતાએ ચાર દિવસ પહેલા આરોપીને છૂટાછેડા આપ્યા હતા. જેની અદાવત રાખી તેણે સાવકા પુત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી

(9:44 pm IST)