Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

સુરતમાં રેલવે વિભાગની પરીક્ષામાં ટેક્નિકલ ખામી સર્જાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો

 

સુરત ઉન વિસ્તારમાં રેલવે વિભાગની પરીક્ષામાં ટેક્નિકલ ખામી સર્જાતા વિદ્યાર્થીઓ ભારે હોવાળો મચાવ્યો હતો આજે રેલવે આસીસ્ટન્ટ, પાયલોટ (ALP) અને ટેક્નિશયનની પરીક્ષામાં સર્વર ડાઉન થયું હતું.જેમાં મોટી સખ્યાંમાં વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા.

  રાજસ્થાન, યુપી બિહાર જેવા અલગ અલગ રાજ્યોમાંથી આવેલા ઉમેદવાર મુશ્કેલીમાં મુકાયા હતા .જે વિદ્યાર્થીઓ પરીક્ષા નથી આપી શક્યા તે કેવી રીતે ફરીથી પરીક્ષા આપશે તે અંગે કોઈ માહિતી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.રસ્તાઓ જામ કરી દેતા પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા,જયારે રેલવે વિભાગની પરીક્ષામાં ટેક્નિકલ ખામી સર્જાતા વિદ્યાર્થીઓ હોબાળો મચાવી પરીક્ષામાં ચિટિંગ હોવાનો આક્ષેપ કર્યો હતો.

(10:01 pm IST)