Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસે ચાર કેબિનોમાં અચાનક આગ ભભૂકી :ગેરેજમાં રીપેરીંગમાં આવેલ ત્રણ બાઈક બળીને ખાખ

કોઈ તત્વો દ્વારા આગ લગાડાઇ હોવાનો કેબીન ધારકોનો આરોપ

 

કલેશ્વરની પ્રતિન ચોકડી પાસેની લોર્ડ પ્લાઝા હોટલ સામે ચાર જેટલી કેબીનોમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

 મળતી વિગત મુજબ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પ્રતિન ચોકડી નજીક લોર્ડ પ્લાઝા હોટલ સામે આવેલ જેટલી કેબીનોમાં અચાનક આગ લાગી હતી. આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં થતા બે જેટલા ફાયર બ્રિગેડ સાથે લાશ્કરો દોડી આવ્યા હતા.

  કેબીન ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનનો વીજ પ્રવાહ બંધ કરાવ્યા બાદ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ચપ્પલ, કપડા,મોચીનું કેબીન અને એક પાનનો ગલ્લો બળીને ખાખ થઇ ગયો હતો. કેબીન પાસે મુકેલ અને ગેરેજમાં રીપેરીંગમાં આવેલ જેટલી બાઈકો પણ બળી ને ખાખ થઇ ગઈ હતી. જો કે આગ કોઈ તત્વો દ્વારા લગાવવામાં આવી હોવાનો કેબીન ધારકોએ આક્ષેપ કર્યો હતો.

   અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કપડાની દુકાનમાં આગ લાગી હતી ત્યારે કેબીન ધારકો પોલીસ તંત્ર પાસે પેટ્રોલિંગની માંગ કરી હતી.

 

(10:00 pm IST)