Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

અંધ કન્યા પ્રકાશ ગૃહ ખાતે બ્રેઇલ ડેની ઉજવણી કરાઇ

પ્રજ્ઞાચક્ષુ કન્યાઓની સેવા માટે એમવે હંમેશા તત્પરઃ એમવે દ્વારા દેશભરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે બ્રેઈલ પુસ્તકો, ઓડિટો/બ્રેઈલ લાઈબ્રેરી સહિતના સાધન પુરા પડાય છે

અમદાવાદ,તા.૨૧: દેશની સૌથી વિશાળ એફએમસીજી ડાયરેક્ટ સેલિંગ કંપની એમવે ઈન્ડિયા દ્વારા તાજેતરમાં શહેરના મેમનગર વિસ્તારમાં આવેલ અંધ કન્યા પ્રકાશ ગૃહ ખાતે પ્રજ્ઞાચક્ષુ કન્યાઓની હાજરીમાં તેમનો ઉત્સાહ વધારે તે રીતે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. બ્રેઇલ ડેની ઉજવણીના કાર્યક્રમમાં અંધ કન્યના પ્રકાશ ગૃહની સંખ્યાબંધ પ્રજ્ઞાચક્ષુ કન્યાઓએ ભાગ લીધો હતો. એમવે દ્વારા આ મહિને લુઈ બ્રેઈલની ૨૧૦મી જન્મજયંતીની ઉજવણી કરાઇહતી.

   અમદાવાદમાં એમવેએ અંધ છોકરીઓ કોમ્પ્યુટર શિક્ષણ અને વ્યવસાયી તાલીમમાં સહાય કરીને તેમના પરિપૂર્ણ વિકાસ માટે અંધ કન્યા પ્રકાશ ગૃહ (એકેપીજી) સાથે ભાગીદારી કરી હતી. એમવેએ વિવિધ પ્રદેશોમાં દષ્ટિમાં ખામી ધરાવનારાઓ સાથે બ્રેઈલ વાંચન અને લેખન સ્પર્ધા, બ્લાઈન્ડ ચેલેન્જ કાર રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની પ્રવૃત્તિઓ હાથ ધરીને લાગલગાટ અગિયારમાં વર્ષે ૧૧ એનજીઓ ભાગીદારો સાથે સહયોગ કર્યો હતો. અંધ છોકરીઓ પુનર્વસનના એકેપીજીના પ્રયાસોમાં પૂરક એમવેએ પ્રોડક્ટોની એટિટ્યુડ રેન્જનો ઉપયોગ કરીને સાત પ્રજ્ઞાચક્ષુ કન્યાઓનો દેખાવ બહેતર બનાવીને લગ્ન સમારંભ માટે મદદનો હાથ લંબાવ્યો હતો. આ નવપરિણીત યુગલો માટે દિવસ વિશેષ બનાવવા એમવેએ તેમને બ્યુટી અને પર્સનલ કેર રેન્જ ભેટમાં પણ આપી હતી. એમવે ઈન્ડિયાના વેસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ વિજય ગોલાનીએ જણાવ્યું હતું કે, એમવે દષ્ટિમાં ખામી ધરાવનાર લોકોને સશક્ત બનાવવા માટે અમારા રાષ્ટ્રીય પ્રકલ્પો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ અને તેમને સમાન શિક્ષણ માટે અવકાશ પૂરો  પાડીએ છીએ. આ કાર્યક્રમ હેઠળ અઢી લાખથી વધુ પ્રજ્ઞાચક્ષુ લોકોને લાભ મળ્યો છે કે જેઓને બ્રેઈલ પુસ્તકો, ઓડિટો/ બ્રેઈલ લાઈબ્રેરીઓ સહિત શિક્ષણમાં ઉપયોગી વિવિધ સહાયકો અને ઉપકરણો પૂરાં પાડીને અને ભારતભરમાં કોમ્પ્યુટર સેન્ટરો થકી ટેકનોલોજી અને આઈટી તાલીમ આપીને લાભ આપ્યો છે. અંધ કન્યા પ્રકાશ ગૃહ અંધ છોકરીઓ બહેતર જીવન જીવવા માટે મદદ કરશે અને સર્વ નવપરિણીત યુગલોને અમારી શુભેચ્છા છે. દરમ્યાન અંધ કન્યા પ્રકાશ ગૃહના પ્રિન્સીપાલ કાંતિભાઇએ જણાવ્યું કે, અમે અંધ છોકરીઓ જીવનમાં સફળ થવા માટે ઘણી બધી તકો મળે તેની ખાતરી રાખવા સાથે તેમના વહાલાજન સાથે તેમનું જીવન સમૃદ્ધ બને તેનું પણ ધ્યાન રાખીએ છીએ. અમને આ કામમાં એમવે સાથે જોડાણ બદલ બેહદ ગર્વ થાય છે અને આજના આ વિશેષ અવસરનો હિસ્સો બનવા બદલ તેમના આભારી છીએ. ઉલ્લેખનીય છ કે, મહાન લુઈ બ્રેઈલે દષ્ટિમાં ખામી ધરાવનારા નાગરિકો વાંચી અને લખી શકે તે માટે બ્રેઈલ પ્રણાલીની શોધ કરી હતી. જેના કારણે પ્રજ્ઞાચક્ષુ લોકોના જીવનમાં એક નવી આશાનો સંચાર થયો છે.

(9:53 pm IST)