Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

રાહુલ ગાંધી ૧૫મી ફેબ્રુઆરી આસપાસ ગુજરાત આવે તેવી શકયતા

અમદાવાદ, તા.૨૧:  કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.૧પ ફેબ્રુઆરીની આસપાસ ઉત્ત્।ર ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાતે આવે તેવી શકયતા છે. જો કે હજુ સુધી તેઓ કયા સ્થળની મુલાકાતે જશે તે બાબત નક્કી થઇ નથી. આજે સવારે શાહીબાગના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને રાજયસભાના સંસદ સભ્ય અહેમદ પટેલ તેમજ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવની આગેવાનીમાં કોંગ્રેસની પ્રદેશ કારોબારી બેઠકનો પ્રારંભ થયો છે આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણી, સહપ્રદેશ પ્રભારી વિશ્વરંજન મોહંતી, જિતેન્દ્ર બધેલ સહિતના આગેવાનો જોડાયા છે.

કોંગ્રેસની એક દિવસીય પ્રદેશ કારોબારીમાં સંગઠનના મામલે તેમજ આગામી દિવસોમાં અપાનારા રાજયવ્યાપી કાર્યક્રમોની ચર્ચા થશે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સંભવિત ગુજરાત મુલાકાતનો મુદ્દો પણ ચર્ચાશે. તેમ જણાવતા કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા ડો.મનીષ દોશી વધુમાં જણાવે છે, આજે બપોરે ભાજપ સરકારના પૂર્વ પ્રધાન બિમલભાઇ શાહ કોંગ્રેસમાં જોડાશે.(૨૨.૧૧)

(3:52 pm IST)