Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

અભિનેતા વિવેક ઓબેરોય ગુજરાતમાં સ્થાપશે ફિલ્મ સ્ટુડિયો

ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડે તેવી અટકળો શરુ

અમદાવાદ ;વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સમાપન સમાંરભમાં ફિલ્મસ્ટાર વિવેક ઓબેરોય ઉપસ્થિત રહ્યાં હતા.તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવન પર આધારિત ફિલ્મમાં મોદીનો રોલ કરી રહ્યાં છે.વિવેક ઓબેરોયે ગુજરાતના પ્રવાસન વિભાગ સાથે ફિલ્મ સ્ટુડિયો ઉભો કરવાના કરાર કર્યા છે. વિવેક ઓબેરોયે ટ્રેડ શોમાં પણ હાજરી આપી હતી.

  બીજીતરફ વાયબ્રન્ટ ગુજરાતમાં કરાર કર્યા બાદ અભિનેતા વિવેક ઓબેરોયને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડશે અટકળો વહેતી થઇ છે આ અગાઉ વાયબ્રન્ટ ગુજરાતમાં ફિલ્મસીટી બનવાના કરાર થયા છે અને તેમાંના એક અભિનેતાને ભાજપએ ટિકિટ આપી હતી ત્યારે વિવેક ઓબેરોયને ટિકિટ અપાશે તેવી અટકળો શરૂ થઇ છે

(12:41 pm IST)