Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે ગુજરાત પ્રભારી ભૂપેન્દ્રજી યાદવઃ કમલમ - ગાંધીનગર ખાતે વિજયભાઇ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્વાગત કર્યુ

રાજકોટ, તા. ૧૧ : ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ગુજરાતના પ્રભારી શ્રી ભૂપેન્દ્રજી યાદવનું કમલમ - ગાંધીનગર ખાતે  મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલે સ્વાગત કર્યુ હતું.  ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને અને મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીની  ઉપસ્થિતિમાં કમલમ ખાતે  ભાજપ કોર કમિટી બેઠક યોજાઇ હતી. કોર કમિટિની બેઠકમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, ભાજપ અગ્રણી શ્રી સુરેન્દ્ર કાકા, ભાજપ પ્રદેશ મહામંત્રી સર્વશ્રી ભીખુભાઈ દલસાણીયા, શ્રી ગોરધન ઝડફિયા, પૂર્વ મંત્રી શંકરભાઈ ચૌધરી, પૂર્વ મંત્રી રજનીભાઇ પટેલ, મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમ રૂપાલા, ગુજરાત મંત્રીમંડળના સભ્યો સર્વશ્રી આર.સી.ફળદુ, શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદ ચાવડા સહિત ભાજપ પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

(1:15 pm IST)
  • ખંઢેરી રેલ્વે સ્ટેશનને વધુ સુવિધાયુકત બનાવવા માટે કલેકટર અને રેલ્વે તંત્ર વચ્ચે મીટીંગ : એઈમ્સ બની રહી હોય રાજયભરમાંથી દર્દીઓ આવે તે સંદર્ભે રેલ્વે આ મહત્વનો પ્લાનીંગ કરી રહ્યા છે : ખંઢેરી એઈમ્સ માટે પરાપીપળીયાનો ૭ મીટરનો રોડ ૧૦ મીટરનો કરવા કવાયત : રૂડાનો ડી.પી. રોડ પણ ડેવલપ કરાશે : આ બાબતે આજે માર્ગ - મકાનના સુપ્રિટેન્ડેન્ટ અને એજ્યુકેટીવ ઈજનેરને કલેકટરે મીટીંગ માટે બોલાવ્યા access_time 12:15 pm IST

  • FSSAI દ્વારા ખાધપદાર્થોના ધંધાર્થીઓ માટે 1 ઓક્ટોબર 2021 થી તમામ ઇનવોઈસ / બીલમાં તેમનો FSSAI લાયસન્સ નમ્બર લખવાનું ફરજીયાત કર્યું છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 5:14 pm IST

  • આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાની અલ્પસંખ્યક મુસ્લિમોને અપીલ : ગરીબી દૂર કરવા પરિવાર નિયોજન અપનાવો : વધી રહેલી જનસંખ્યા ગરીબીનું મૂળ કારણ છે : મુખ્યમંત્રી પદ ઉપર 30 દિવસ પુરા કર્યા access_time 5:15 pm IST