Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

ચોમાસામાં અંડરપાસમાં ભરાયેલ પાણીનો ઉપયોગ ન કરવો: જાનહાનિ થાય તો તંત્રની જવાબદારી નહીં

અમદાવાદ મ્યુનિ.ના શાસકો અને અધિકારીઓએ આયોજન કરવાને બદલે પાણી ભરાય તો ચેતવું તેમ નાગરિકોને સલાહ આપી

અમદાવાદ:અમદાવાદ મનપા તંત્રએ જાહેર જનતાને ચેતવણી આપી છે કે, ચોમાસાની સીઝનમાં અંડરપાસમાં પાણી ભરાયેલું હોય તો ઉપયોગ કરવો નહીં. જો જાનહાનિ થાય તો તંત્રની જવાબદારી રહેશે નહીં. અમદાવાદ મ્યુનિ.ના શાસકો અને અધિકારીઓ અંડરપાસમાં વરસાદી પાણી નહીં ભરાય તેવું આયોજન કરવાને બદલે પાણી ભરાય તો ચેતવું તેમ નાગરિકોને સલાહ આપી રહ્યાં છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા 1. સ્ટેડિયમ અંડરપાસ 2. અખબારનગર અંડરપાસ 3. ઉસ્માનપુરા અંડરપાસ 4. મણીનગર અંડરપાસ 5. નિર્ણયનગર અંડરપાસ 6.પરિમલ અંડરપાસ 7. કુબેરનગર અંડરપાસ અને 8. મીઠાખળી અંડરપાસના મુદ્દે ચેતવણી જાહેર કરી છે. આ સાથે 9. સિલ્વર સ્ટાર ચાર રસ્તા 10. ચેનપુર ગામ 11. ચેનપુર લેક પાસે 12. ચાંદલોદિયા લેક પાસે, 13. અગિયારસ માતા મંદિર પાસે, 14. વસ્ત્રાપુર ક્રોસિંગ 15. ચામુંડા ક્રોસિંગ 16. મકરબા ક્રોસિંગ અને 17. મકરબા લેક ક્રોસિંગ જ્યાં અંડરપાસના કામ ચાલી રહ્યાં છે તે તમામ મુદ્દે જાહેર ચેતવણી આઓઈ છે કે, ચોમાસામાં આ તમામ અંડરપાસમાં પાણી ભરાય તો રસ્તાનો ઉપયોગ ન કરવા રાહદારી અને વાહનચાલકોને અનુરોધ કર્યો છે સાથે જો ઉપયોગ કર્યો અને અકસ્માત સર્જાય કે પછી જાનહાનિ થાય તો મ્યુનિ. કોર્પોરેશનની જવાબદારી રહેશે નહીં..

 અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં જયારે પણ ચોમાસાની સિઝન શરુ થાય છે ત્યારે શહેરના ઘણા બધા અન્ડરપાસમાં પાણી ભરાઈ જાય છે અને તેનો નિકાલ કરવા માટે બે થી ત્રણ દિવસ જેવો સમય પણ લાગતો હોય છે. ત્યારે આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લોકોને પહેલાથી જ ચેતવણી આપી દીધી છે અને પોતે કોઈ ઘટના ન બને તે પહેલા જ હાથ ઉપર કરી લીધા છે. જો કે, આ પાણી ભરાય તે સમસ્યાનો નિકાલ લાવવાને બદલે તંત્રે હાથ ઉપર કરી લીધા છે.

(7:20 pm IST)