Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં વોન્ટેડ આરોપીને દબોચવા ગયેલ પોલીસની ટિમ પર હુમલો થતા એક કર્મચારી ઈજાગ્રસ્ત

વડોદરા:પોલીસ કર્મચારી ઉપર હુમલાના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ આરોપીને દબોચવા પહોંચેલી કારેલીબાગ પોલીસની કામગીરીમાં દરમિયાનગીરી કરી આરોપીને પોલીસ કસ્ટડીમાંથી ભગાડવાની કોશિશ  કરવાનો મામલો સામે આવ્યો છે

પોલીસે મામલે વોન્ટેડ આરોપી અને તેના ભાઈની સરકારી કામગીરીમાં રૂકાવટ બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા દરમિયાન એક પોલીસ કર્મચારીને પણ ઇજા પહોંચી છે.

કારેલીબાગ પોલીસ મથકના જવાનોને ચોક્કસ માહિતી મળી હતી કે, કારેલીબાગ પોલીસ મથકે નોંધાયેલા પોલીસ કર્મચારી ઉપર હુમલાના ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી વોન્ટેડ રાશિદ ઊર્ફે પપ્પુ તોફીકખાન પઠાણ (રહે- નાગરવાડા, લાલજી કુઈ, સિટી પેલેસ હોટલ પાસે, વડોદરા) તેના ઘરે આવ્યો છે. જેથી પોલીસ તેના ઘરે પુછતાછ માટે પહોંચતા આરોપીનો ભાઈ મોઈનખાન તોફીકખાન પઠાણએ આરોપી વિશે કાંઈ જાણતો હોવાનું જણાવ્યું હતું અને પોલીસ કર્મીને અપશબ્દો બોલી પોલીસને ઘરમાં પ્રવેશતા અટકાવ્યા હતા જોકે હિંમતભેર પોલીસે મકાનના પહેલાં માળે તપાસ કરતાં આરોપી રાશિદ પલંગમાં સૂતેલો નજરે ચડ્યો હતો. પોલીસે તેને પોલીસ સ્ટેશન લઇ જવાની કોશિષ કરતા મોઇને આરોપીને ભગાડવાની કોશિશ કરી હતી. દરમિયાન  પોલીસ કોન્સ્ટેબલ વનરાજસિંહને જમણા હાથે ઈજા પહોંચી હતી.

(5:16 pm IST)