Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

અમદાવાદના પાલડીમાં નિવૃત શિક્ષિકાને સસ્તામાં કાર આપવાની લાલચ આપી 1લાખ 90 હજારની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ: શહેરના પાલડીમાં રહેતા નિવૃત શિક્ષીકાને સસ્તામાં કાર આપવાની લાલચ આપીને બોડકદેવમાં રહેતા શખ્સે રૃ.,૯૦,૦૦૦ ની છેતરપિંડી કરી હતી. પાલડી પોલીસે અંગે યશ ઉર્ફે હિરેન વૈધ વિરૃધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

પાલડીમાં બેન્ક ઓફ બરોડા સ્ટાફ સોસાયટીમાં રહેતા નિવૃત શિક્ષીકા હિનાબહેન એમ.દવે(૫૯)ને કાર ખરીદવી હોવાથી તેમની દિકરીને વાત કરી હતી. તેમની દિકરીએ તેના ઓળખીતા અને બોડકદેવમાં પ્લેટીનીયમ પ્લાઝામાં રહેતા યશ ઉર્ફે હિરેન વૈધને વાત કરી હતી. હીનાબહેનને રૃ.,૯૦,૦૦૦ની કિંમતની ટાટા ચીઆગો એક્સઝેડ પ્લસ કાર ખરીદવી હતી. યશે તેમને સસ્તામાં કાર આપવાનું કહીને બુકીંગ માટે રૃ.,૯૦,૦૦૦ ભરાવડાયા હતા.યશે તેમને લાખ જેયલું ડિસ્કાઉન્ટ કરી આપશે અને ૪૦ દિવસમાં કારની ડિલીવરી પશે, એમ કહ્યું હતું.જોકે લાંબો સમય થવા છતા યશે કારની ડિલીવરી આપી હતી. બાદમાં તેણે એક લાખ હિનાબહેનને પરત કર્યા હતા. જોકે તેણે રૃ.,૯૦,૦૦૦ પરત કરતા તેની વિરૃધ્ધ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવવામાં આવી હતી.

(4:59 pm IST)