Gujarati News

Gujarati News

News of Thursday, 10th June 2021

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદે માટે અર્જુનભાઇ મોઢવાડીયા અને ભરતસિંહ સોલંકીના નામો આગળ : હાર્દિક પટેલને અન્ય મહત્વ હોદ્દો અપાય તેવી સંભાવના

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૦ :  ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ પદ ઉપર નિમણુંકની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ અને પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા તેમજ પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી બન્નેના નામ પસંદગીક્રમે આગળ ચર્ચામાં છે.

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખપદના નામની પસંદગી માટે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુનભાઇ મોઢવાડીયા અને પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના નામ ચર્ચામાં આગળ છે. ઉપરાંત ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલને દિલ્હી બોલાવવામાં આવેલ છે. જેને લઇને હાર્દિક પટેલને પણ ગુજરાત કોંગ્રેસમાં મહત્વનો હોદ્દો અપાય તેવી સંભાવના જણાય રહી છે.

ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારીનું અવસાન થતા પ્રભારી તરીકે ખાલી થયેલી જગ્યામાં નિમણુંક કરવાની છે ત્યારે ગુજરાત કોંગ્રેસ પ્રભારીની પ્રથમ નિમણુંક કરવામાં આવ્યાં બાદ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખની નિમણુંક કરવામાં આવશે તેવું સુત્રો જણાવે છે.

(11:49 am IST)