Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

૧૬ શહેરો અને ૪ મહાનગરમાં રાત્રી કફર્યુના કડક અમલ માટે ડીજીપી શ્રી આશીષ ભાટીયાનો આદેશ : પોલીસની કામગીરી અસરકારક બનાવવા જણાવાયું

ગાંધીનગર : રાજયના ૧૬ શહેરો અને ૪ મહાનગરમાં રાત્રી કફર્યુના કડક અમલ માટે ડીજીપી શ્રી આશિષ ભાટીયાએ આદેશ આપેલ છે. પોલીસની કામગીરી અસરકાર બનાવવા જણાવ્યું છે.

ગાંધીનગર:  રાજ્ય સરકાર દ્વારા કોરોનાના કેસોમાં થયેલા વધારાને  રોકવા અને સંક્રમણ ઉપર કાબૂ લેવા માઢે ૪-મહાનગરો ઉપરાંત ૧૬-અન્ય શહેરોમાં રાત્રી કર્ક્યું લાગુ  કરવા સહિતના અનેક પગલાંઓ લેવામાં આવેલ છે. આ તમામ કાર્યવાહીનો ચુસ્ત અમલ થાય તે માટે  રાજ્યના ડી.જી.પી. શ્રી આશીષ ભાટિયા દ્વારા રાજ્યના તમામ પોલીસ અધ્તિકારીઓ સાથે વિડિયો  કોન્ફરન્સના માધ્યમથી એક મીટીંગ રાખીને આ એકશન પ્લાનના ચુસ્ત અમલ સાટે સૂચના આપવામાં  આવેલ હતી.  

રાજ્ય પોલીસ વડાશ્રીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ  વિડીયો કોન્કરન્સમાં કોરોના સંક્રમણ અંગે તમામ પોલીસ અધિકારીશ્રીઓને સરકારશ્રીની એસ.ઓ.પી.  મુજબ અસરકારક કામગીરી કરવા આદેશ આપવામાં આવેલ છે. ખાસ કરીને જે નવા ૧૬-શણેરોમાં રાત્રી  કર્ક્યુ લાગુ કરવામાં આવેલ છે તે સ્થળોએ પોલીસ દ્વારા લોકોને પહેલાં સમજાવટથી કર્ફ્યુનું પાલન કરવા  માટે જાગૃત કરવા જણાવવામાં આવેલ છે. આ પ્રક્રિયાના ભાગરૂપે જરૂર જણાય ત્યાં અલગ-અલગ  વેપારી એસોસીએશન, સ્થાનિક હોદ્દેદારો, આગેવાનો વર્ગેરની મદદ લઈને લોકો સ્વયંભૂ કર્ફ્યુનું પાલન કરે  તે માટે પોલીસ દ્વારા પ્રયાસો કરવામાં આવશે. આમ છતાં, જો રાત્રી કર્ફ્યુનું પાલન ન થતું હોય તેવી  ધટનાઓ પ્યાને આવશે તો સંબંધીત એકમોને સીલ કરવા સહિતની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે  તેવી પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવેલ છે. ઉપરાંત, લગ્નમાં હવેથી માત્ર ૧૦૦ લોકોની  હાજરી અંગેની ગાઈડલાઈન તેમજ કોઈપણ પ્રકારના ધાર્મિક, સામાજીક કે રાજકીય મેળાવડામાં માત્ર  પ૦ લોકોની હાજરી અંગેની ગાઈડલાઈનનું પણ ચુસ્ત પાલન થાય તે માટે પોલીસ દ્વારા સતત વોચ  રાખવામાં આવશે. આવી ગાઈડલાઈનનો ભંગ થતો ધ્યાને આવે તો તાત્કાલીક ગુનો દાખલ કરીને  કાયદેસરની કાર્યવાહી કરવા પણ પોલીસ વડા દ્વારા તમામને સૂચના આપવામાં આવી છે. તેમજ જ્યાં વધુ  ભીડભાડ વાળી જગ્યાઓ જેવી કે, શાકમાર્કેટ, લારી ગહ્લા જેવી હોટ સ્પોટ જગ્યાઓએ વિશેષ પોલીસ  બંદોબસ્ત તથા પેટ્રોલીંગ રાખીને સોશ્યીય ડોસ્ટન્સીંગ તથા માસ્કના નિયમોનું પાલન કરાવવા સૂચના    આપવામાં આવી હતી.   

તમામ શણેર જીલ્લાઓમાં સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક પહેરવા બાબતે પ્રજામાં જાગરૂકતા લાવવા    તથા માસ્ક ન પહેરનાર વિરુધ્ધ જાહેરનામાનો ભંગ અંગે ગુજરાત એપીંડેમીક ડીઝીસ એક્ટ,ર૦૨૦    મુજબ કડક કાર્યવાહી કરવા પર કરી રાજ્ય પોલીસ વડા દ્વારા ભાર મુકવા તમામ પોલીસ અધિકારીને સુચના આપેલ હતી. જેના અનુસંધાને રાજય પોલીસ તંત્ર દ્વારા તા.૦૬/૦૪/ર૦ર૧ના રોજ જાહેરનામા ભંગના કુલ-પ૪૯ ગુના દાખલ કરવામાં આવેલ છે અને આવા ભંગ બદલ કુલ-૯૦૪ વ્યકિતઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. ઉપરાંત, જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ ફકુલ-૧૦,૦૦૨ વ્યકિતઓ પાસે રૂ।. ૯૯,૭૫,૫૦૦/-નો દંડ વસુલ કરાયેલ છે. કરફ્યુ ભંગ બદલતથા એમ.વી. એકટ-૨૦૭ની જોગવાઈઓના ભંગ બદલ કુલ-૬૭રવાહનો જપ્‍ત કરાયેલ છે.

(10:26 pm IST)
  • કુંભમેળામાં જતી હરિયાણાની 17 બસો ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત: કોવિડ-19નો રિપોર્ટ નહિ હોવાના કારણે 17 બસોને ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત મોકલી દેવાઈ :હરીયાણાના પાણીપતથી હરિદ્વાર માટે રવાના થયેલી 17 બસો ઉત્તરાખંડના બોર્ડર પરથી પરત મોકલનામાં આવી હતી. access_time 12:35 am IST

  • મનપાના આરોગ્ય કેન્દ્રમાં સીનીયર કલાર્ક અને જુનિયર કલાર્ક તેમજ કોમ્યુટર ઓપરેટરોને ફરજ સુપ્રત કરાઈ : ૨૬૭ કર્મચારીઓના હુકમો : આરોગ્યના કર્મચારીઓ કોરોનાની ઝપટે ચડતા સ્ટાફની ભારે અછત સર્જાઈ છે ત્યારે મ્યુ. કમિશ્નરે હવે મનપાની કચેરીના ૨૬૭ જેટલા સીનીયર કલાર્ક, જુનિયર કલાર્ક, હેડ કલાર્ક તથા સર્વેયર અને ડેટા એન્ટ્રી ઓપરેટરોને આરોગ્ય કેન્દ્રમાં સવારે ૭:૪૫ થી બપોરે ૧ વાગ્યા સુધી ફરજ સોંપતા હુકમો કર્યા છે : કોરોનાની સ્થિતિ પર કાબુ મેળવવા માટે હવે આ વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે access_time 3:16 pm IST

  • સમસ્યા ત્યારે ઉભી થાય છે જયારે પરીક્ષાને જીવન મરણનો પ્રશ્ન બનાવી દેવામાં આવે છે : માતા પિતાએ બાળકો ઉપર પરીક્ષાનું ટેનશન લાદવું ન જોઈએ : પરીક્ષા માટે આપણે ત્યાં એક શબ્દ છે ' કસોટી ' : જેનો મતલબ પોતાની જાતને કસવી તેવો થાય છે : પરીક્ષા એ જિંદગીનો આખરી મોકો નથી : જે લોકો જિંદગીમાં ખુબ સફળ થાય છે તેઓ દરેક બાબતમાં પારંગત નથી હોતા, પરંતુ કોઈ એક વિષય ઉપર તેમની મજબુત પક્કડ હોય છે : ' પરીક્ષા પે ચર્ચા ' વિષય પર વડાપ્રધાન શ્રી મોદીનું ઉદબોધન access_time 7:50 pm IST