Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

અખાત્રીજથી શરૂ થનાર ભૂમિ સૂપોષણ ઉજવણી અંતર્ગત ભાજપ કાર્યકરોની પ્રાંતિજમાં બેઠક મળી

પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો વિસ્તારમાં પસંદ થયેલ વિસ્તારમાં ગામડાઓમાં જશે

મોડાસા :ભારતીય જનતા પાર્ટી દ્વારા અખિત્રીજના દિવસોમાં ભૂમિ સુપોષણ અભિયાન શરુ થનાર છે તે અંતર્ગત આજે ભૂમિ સુપોષણ અભિયાનના વિવિધ કાર્યક્રમોના આયોજન માટે પ્રાંતિજ શહેર મંડલ તાલુકા મંડલ અને તાલુકા મંડલ ના હોદ્દેદારોની એક મહત્ત્વની બેઠક પ્રાંતિજ ખાતે મળી હતી.

 આ બેઠકમાં માજી શિક્ષણ પ્રધાન અને પ્રદેશ ભાજપ ના અગ્રણી જયસિંહ ચૌહાણ, મંડલના હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા..ભૂમિ સુપોષણ અભિયાન તા13મી એપ્રિલ થી શરૂ થનાર છે જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો વિસ્તારમાં પસંદ થયેલ વિસ્તારમાં ગામડાઓમાં જશે અને ભૂમિની રેતી તેમજ ગાય માતાનું પૂજન અને ખેતી નિશ્નાતો વૈજ્ઞાનિકો દ્વારા જમીનની માહિતી પોષકતત્વો તેમજ ક્યાં પાકો વાવવા માવજત ખાતર પાણી તેમજ ખાસ કરીને સુધારેલી ખેતી સુધારેલા ઓઝારો અને સમગ્ર ખેતી પશુપાલન અને ખેતી પશુપાલન માં સરકારના ક્યા ક્યા લાભો મળેછે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવશે.

 આ પ્રસંગે જયસિંહ ચૌહાણે કાર્યકરોને કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે સાબરકાંઠા જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ વિપુલભાઈ પટેલ નગરપાલિકા ના પ્રમુખ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

(8:01 pm IST)