Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

કોરોના સંક્રમણ વધતા કામરેજના દિગસ ગામમાં સ્વૈચ્છીક લોકડાઉનની જાહેરાત : બેનરો લાગ્યા

15 દિવસ માટે ગામમાં આવન જાવન માટે પ્રતિબંધ: ગામના ધાર્મિક સ્થળો પણ બંધ

બારડોલી: ગુજરાતમાં કોરોના કેસોની સંખ્યામાં વધારો થતાં ગામડાઓમાં સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ બનવા લાગી છે. કોરોના સંક્રમણ વધતા ગામડાઓ વધારે સતર્ક થયા છે. ત્યારે સુરત જિલ્લાના ગામડાઓમાં લોકો દ્વારા સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. આજરોજ કામરેજ તાલુકાનાં દિગસ ગામમાં પણ બેનર લાગ્યા હતા અને પત્રિકા ફેરવવામાં આવી હતી અને 15 દિવસ માટે ગામમાં આવન જાવન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

કોરોના સંક્રમણ વધતા ગામડાઓ વધારે સતર્ક થયા છે. સુરત જિલ્લાના ગામડાઓમાં લોકો દ્વારા સ્વેચ્છિક લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારમા પણ કોરોનાના કેસ વધતાં લોકો હવે સતર્ક બન્યા છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં દિગસ ગામમાં સ્વૈચ્છિક બંધનું એલાન આપ્યું છે. અને ગામમાં બંધના બેનર લાગ્યા હતા તેમજ પત્રિકા ફેરવવામાં આવી હતી. વધતાં જતાં કેસોને લઈ 15 દિવસ માટે ગામમાં આવન જાવન માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને કામ વગર ગામની બહાર જવું નહીં મુજબનું જણાવવામાં આવ્યું છે. ગામના ધાર્મિક સ્થળો પણ બંધ કરવા ગામના આગેવાનો દ્વારા આદેશ કરાયો છે.

(7:36 pm IST)