Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

પાલનપુર:સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પુલ પર પોલીસે વોચ ગોઠવી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી કાર્યવાહી હાથ ધરી

પાલનપુર : સિદ્ધપુર પોલીસે લકઝરી બસ મારફતે મહારાષ્ટ્રમાંથી ઉત્તર ગુજરાતમાં દારૃની હેરાફેરી કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે જોકે આંતર રાજ્ય  દારૃની હેરાફેરી માં પોલીસ પકડથી બચવા માટે બુટલેગરો અવનવા અખતરા અજમાવી રહ્યા છે જેમાં ઉત્તર ગુજરાતમાં મોટાભાગે રાજસ્થાનમાંથી વિદેશી દારૃની સપ્લાય થાય છે ત્યારે સિદ્ધપુર પોલીસે લકઝરી મારફતે મહારાષ્ટ્રમાંથી બનાસકાંઠાના તેનિવાડા ખાતે લવાયેલ વિદેશી દારૃના જથ્થાને ઇક્કો મારફતે ખળી ચાર રસ્તા પર લઈ જવામાં આવતા સિદ્ધપુર પોલીસે સિદ્ધપુર સરસ્વતી નદીના પૂલ પર વોચ ગોઠવી ને દારૃ ભરેલી ઇક્કો ગાડી ઝડપી પાડી હતી અને રૃ.૫૫૮૦૦ ની કિંમત નો ૧૬૮ બોટલ વિદેશી દારૃ જપ્ત કરી ઇક્કો માં સવાર સિંધી મયૂદિન સુજાતભાઈ અને સિંધી મઝરૃદીન રમઝાનભાઈ બન્ને રહે.માનપુરા તા.વડગામ તેમજ માણસિયા ઇસરાઇલ યાસીન ભાઈ રહે.ભીલવણવાળાની દારૃ ઇક્કો મોબાઈલ મળી કુલ રૃ.૨.૮૬.૩૦૦ ના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી.જોકે પોલીસ ની પૂછતાછમાં ઈકકોના ચાલકે જણાવ્યું હતું કે સરસ્વતી તાલુકાના ભીલવણ ગામના મહંમદ ઉર્ફે મંત્રી મારોડીયા નામના શખ્સે વડગામ તાલુકા તેનિવાડા ગામે આવેલ સીએનજી પેટ્રોલપંપ પાસે મુંબઈ થી આવેલ લીલા કલરની પટેલ લખેલ લુફસાના લકઝરી બસમાંથી આ દારૃનો જથ્થો ઇક્કો કારમાં ભરાવીને આ દારૃ ખળી ચાર રસ્તા પર ઊંઝાના નિલેશ પટેલને આપવાનો હોવાનું જણાવતા પોલીસે દારૃની હેરાફેરી મામલે લકઝરી ચાલક ,લકઝરીમાંથી ઇક્કોમાં દારૃ ભરાવનાર અને ઇક્કોમાં દારૃની હેરાફેરી કરનાર તેમજ ખળી દારૃ લેવા આવેલ છ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી બનાવની તપાસ હાથ ધરી છે.

(5:57 pm IST)