Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

બાયડ તાલુકાના આમોદરા નજીક પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં લગાવેલ પાણીની બે મોટરની ચોરી થતા ગુનો દાખલ

બાયડ:તાલુકાના આમોદરા જુથ પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં લગાડેલ પાણીની બે મોટરની ચોરી થતા બાયડ પોલીસ સ્ટેશને મથકે ફરીયાદ નોંધાઇ હતી.

અશ્વિનકુમાર નરસિંહભાઈ પટેલ ફરીયાદ અનુંસાર તા.૫-૪-૨૦૨૧ ના રોજ આમોદરા પ્રા.શાળામાં સવારના સુમારે શાળાનો સ્ટાફ શાળાના કમ્પાઉન્ડમાં આવ્યો હતો જેમાં બોરની પાણી મોટર ચાલુ કરતા હતા ત્યારે સ્ટાફના શિક્ષકોએ પાણીની મોટર બાબતે તપાસ કરતા પાણીની પાઈપ કપાયેલા હતી.  બોરમાં એક એચ.પી.ની પાણી મોટર ચોરી કરી શખ્સો પલાયન થઈ ગયા હતા. મોટરની અંદાજીત કિંમત ૮૦૦૦ ની ચોરી થઇ હતી.  બાયડ પોલીસે અશ્વિનકુમાર નરસિંહભાઈ પટેલ ફરીયાદ ના આધારે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

(5:57 pm IST)