Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આણંદ નજીક કરમસદમાં ઘરકંકાસથી કંટાળી પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા પોલીસ ફરિયાદ

આણંદ: નજીકકરમસદમાં પરણિતાએ ઘરકંકાસથી દુઃખી થઈ ગળેફાંસો ખાઈ લીધો હતો. પોલીસે પરિવારજનોની પૂછપરછમાં ચોંકાવનારૂં તથ્ય બહાર આવ્યું છે. જેમાં રવિવારે અઢી વર્ષનો પુત્ર જમતો ન હોય માતાએ તેને ગરમ તાવેથો ચોંટાડી દીધો હતો. 

જે અંગે સાસુએ તેણીને ઠપકો આપતાં તેને મન-દુખ થયું હતું અને રાત્રિના સમયે તેણે એકલતા મળતાં ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો.

આણંદની ટ્વીકલ ગોહેલના લગ્ન કરમસદની ગાયત્રી પાર્ક સોસાયટીમાં રહેતા આકાશ સાથે થયા હતા. તેમને સંતાનમાં અઢી વર્ષનો પુત્ર છે. તેઓ અનાજ-કરીયાણાની દુકાન ધરાવે છે. ગત રવિવારે પુત્ર જમતો ન હોઈ અકળાયેલા ટ્વીકલબેને તેને ગરમ તાવેથો હાથે ચોંટાડી દીધો હતો. જેને પગલે પુત્રએ રોકકળ મચાવી હતી. આ અંગે ઘરમાં કંકાસ થયો હતો. સાસુએ તેણીને ઠપકો આપતા તેણીએ પોતાના હાથે પણ ગરમ તાવેથો ચોંટાડી દીધો હતો. આખરે સાસુ-વહુ વચ્ચેનો ઝઘડો શાંત થયો હતો. જો કે, પરિણીતા ઘરે એકલી જ હતી. સાસુ-સસરા અને પતિ ચાલીને ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો. ઘરમાં તપાસ કરતાં પંખા સાથે ગાળીયો બનાવી ટ્વીકલે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ બનાવને પગલે પરિવારજનોએ તુરંત જ તેને કરમસદની હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી.

(5:55 pm IST)