Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કંસ્ટ્રક્શનનું કામ કરવા દેવા માટે એક લાખની ખંડણીની માંગણી કરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરનાદાણીલીમડામાં ચંડોળા તળાવ પાસે મુબારક રો-હાઉસ ખાતે કન્ટ્રક્શનની કામગીરી કરવાની હોવાથી યુવક ઇંટો ઉતારવા ગયો હતો, જ્યાં ત્રણ શખ્સોએ કન્ટ્રકશનની કામગીરી કરવા માટે રૃા. ૧ લાખની માંગણી કરી હતી, યુવકે રૃપિયા આપવાનો ઇન્કાર કરતાં તેના ઉપર તલવારથી જીવલેણ હુમલો  કર્યો હતો. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે ત્રણ આરોપી સામે ગુનો નોધી તેઓની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

 આ કેસની વિગત એવી છે કે ઇસનપુર શાહઆલમમાં શાલીમાર ટોકીઝ પાસે મેરૃનીશા મજીલ ખેરુવાલા કોમ્પલેક્ષની સામે રહેતા અને કન્ક્શનનો વ્યવસાય કરતા  રિઝવાન મોહમંદ રિયાઝ શેખ (ઉ.વ.૨૧)એ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે ચંડોળા તળાવ પાસે મુબારક રો-હાઉસ ખાતે રહેતા ઇમ્તીયાઝ રફીકભાઇ અને ઇદરીશ રફીકભાઇ એઝાજ રફીકભાઇ સામે ફરિયાદ નોંધાવી છે કે મુબારક રો-હાઉસ ખાતે નવા મકાન બાંધવાનું કામ ચાલું કરવાનું હોવાથી કન્ટ્રક્શન મટીરીયલ ભેગુ કરવાની કામગીરી ચાલતી હતી.

જેને લઇને આજે સવારે ૯ વાગે ફરિયાદી ઇંટાની ટ્રક આવી હોવાથી ખાલી કરાવવા માટે ગયા હતા, જ્યાં ઇમ્તીયાઝભાઇ સહિત તેમના ત્રણ ભાઇએ આવીને કહ્યુ ંકે અહિયાં કન્ટ્રક્શનું કામ કરવું હોય તો તારા કાકાને કહેલ છે કે રૃા. ૧ લાખ આપવા પડશે, તેમ કહીને તકરાર કરી હતી. જ્યાં ઇંટો ખાલી કરવાની હતી તે સ્થળે આરોપીની ગાડી પડી હતી તે હટાવાનું  ઉશ્કેરાઇ ગયા હતા અને ઘરમાંથી તલવાર લઇ આવીને ફરિયાદી યુવકના માથામાં તથા પેટના ભાગે મારી હતી. આમ ત્રણેય શખ્સોએ તલવાર તથા લાકડીથી ઢોર માર માર્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપીને આરોપીઓ નાસી ગયા હતા, ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે  તાત્કાલીક એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હાલમાં સારવાર ચાલુ છે. 

(5:52 pm IST)