Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

ધર્મ સ્વાતંત્ર્ય વિધેયકથી ગુજરાત આદર્શ રાજય બનશે : પૂ. અવિચલદાસજી મહારાજ

ચેતન રામાણીની આગેવાની હેઠળ સંતો મહંતોએ સચિવાલયની મુલાકાત લઇ મુખ્યમંત્રી પર આશીર્વચનો વરસાવ્યા

રાજકોટ : ગુજરાત પ્રદેશ ભાજપ આગેવાન તેમજ સૌરાષ્ટ્ર ખેડુત આગેવાન ચેતનભાઇ રામાણીએ અખિલ ભારતીય સંત સમિતિના સાધુ સંતોની આગેવાની લઇ પોતાના નેતૃત્વ હેઠળ સંતોને ગાંધીનગર સચિવાલય ખાતે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલની રૂબરૂ મુલાકાત કરાવી ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય વિધેયકનો કાયદો લાવવા બદલ અભિનંદન આશીર્વાદ પાઠવાયા હતા. આ અવસરને અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ પૂ. અવિચલ દાસજીએ જણાવ્યુ હતુ કે આ સુધારાથી ગુજરાત સંતુલિત સમાજ વ્યવસ્થા ધરાવતુ આદર્શ રાજય બનશે. જગન્નાથ મંદિરના મહંતશ્રી પૂ. દિલીપદાસજી મહારાજે જેહાદીઓના જીવન માટે નર્ક તેમજ હિન્દુઓના જીવન માટે સ્વર્ગ સમાન કાયદો હોવાની લાગણી વ્યકત કરેલ. ભારતી આશ્રમના પૂ. ઋષી ભારતી મહારાજે જેહાદીઓ સામે સખ્તાઇ બદલ રૂપાણી સરકાર પ્રત્યે અહોભાવ વ્યકત કરી આશીર્વાદ આપેલ. અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ પૂ. નૌતમસ્વામીજીએ લવ જેહાદ પર પ્રતિબંધ લગાવી હિન્દુ સમુદાયની બહેન દિકરીઓને સુરક્ષા પ્રદાન કરવાના કાયદાને આવકાર્ય ગણાવેલ. ચેતન રામાણીએ જણાવ્યુ હતુ કે હિન્દુ દિકરીઓને ભોળવી તેમની સાથે લગ્ન કરી તેમનું જીવન નર્ક બનાવી દેવાની સાજીસ ખેલનારાઓની કારી હવે નહીં ફાવે. આ દેશની બહેન દિકરીઓ હવે સુરક્ષિત બની છે. આ મુલાકાત પ્રસંગે વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂ. ડો.શા.સ્વા. સંતવલ્લભસ્વામીજી, પૂ. મહામંડલેશ્વર અખિલેશ્વરદાસજી, પૂ. ઋષીભારતી મહારાજ, પૂ. ભારતીબાપુ, વડતાલ સ્વામિનારાયણ મંદિરના ચેરમેન પૂ. દેવપ્રકાશદાસજી સ્વામી, પૂ. જગતગુરૂ પીરાણાપીઠ આચાર્ય શ્રી જ્ઞાનેશ્વરદાસજી વગેરે સંતો સાથે જોડાયા હતા. ગુજરાતની હિન્દુ પ્રજાવતી મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ પર આશીર્વાદ વરસાવ્યા હતા.

(3:42 pm IST)