Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

આજે વિશ્વ આરોગ્ય દિનઃ આરોગ્ય કર્મચારીઓ દ્વારા અંગદાન સંકલ્પ

રાજકોટ તા. ૭: આજે વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી થઇ રહી છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા મૃત્યુ બાદના અંગદાનનો સંકલ્પ કરવામાં આવી રહ્યો છે.બ્રેઇનડેડ થાય અથવા હૃદયરોગના હુમલાથી મૃત્યુ થાય તો અંગદાન થઇ શકે છે. તેના માટે હયાતીમાં ફોર્મ ભરવાનું હોય છે. આજે રાજયના આરોગ્ય કર્મચારીઓ પોતે ઉપરોકત સંજોગોમાં અંગદાનનો સંકલ્પ કરવા ઉપરાંત ૧૦ લાખ લોકોને અંગદાન માટે પ્રેરિત કરવા માંગે છે. આ બાબતે જનજાગૃતિ માટે પ્રયાસ થશે. આ વર્ષે આરોગ્ય દિવસની ઉજવણીમાં સ્વાસ્થ્ય જાળવણી સાથે સમાજ સેવા પર ભાર મુકવામાં આવ્યો છે. આંખ, હૃદય વગેરેનું દાન અન્ય પીડિત લોકો માટે ઉપયોગી થઇ શકે છે. ગુજરાતના આરોગ્ય ખાતાના કર્મચારીઓએ પહેલ કર્યાના અહેવાલ છે.

(3:32 pm IST)
  • રાજસ્થાન બોર્ડરે વાહનોની લાંબી લાઈન : કોરોના RT-PCR ટેસ્ટના ચક્કરમાં બોર્ડર વિસ્તારમાં સંખ્યાબંધ વાહનો અટવાયા : દિલ્હી, હરિયાણા,ગુજરાત અને મધ્યપ્રદેશથી આવતા વાહનોનું સઘન ચેકીંગ : access_time 12:52 am IST

  • રાત્રિ સુધીમાં પુણેમાં ૧૦,૨૨૬ નવા કોવિડ કેસ નોંધાયા: ૫૮ મૃત્યુ: ૨૪ કલાકમાં ૬૪૬૨ સાજા થયા: રિકવરી રેટ ઘણો ઓછો: પૂણેમાં એક્ટિવ કેસ ૮૧,૫૧૪ : કુલ કોરોના કેસ ૫,૯૩,૧૩૦ : કુલ સાજા થયા ૫,૦૧,૪૪૬: પૂણેમાં કુલ મૃત્યુ ૧૦,૩૪૦ થયા. access_time 9:21 am IST

  • કર્ણાટક હાઇકોર્ટે ટેકસ ચોરીના સંબંધમાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ડી.કે.શિવકુમાર વિરૂધ્ધ ઇન્કમટેકસ વિભાગ દ્વારા દાખલ ત્રણ ગુનાહિત કેસ રદ કર્યા : ન્યાયાધીશ જ્હોન મીશેલ કુન્હાએ જણાવ્યુ હતું કે શિવકુમાર વિરૂધ્ધ શરૂ કરેલી કાર્યવાહી કાયદા માટે ખરાબ છે અને ફોજદારી કાર્યવાહીની સંહિતા અને આવકવેરા અધિનિયમની જોગવાઇઓ વિરૂધ્ધ છે. access_time 12:37 pm IST