Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

લોકોએ ભાજપને ચુટણી જીતવાનું મશીન કહી બદનામ કરવાની કોશિષ કરી: વડાપ્રધાન મોદી

ભાજપની સરકાર પરફોર્મન્સ આપનારી સરકાર : પહેલીવાર દેશમાં માનક અને અવધારણા બદલી છે

અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીના 41માં સ્થાપના દિન નિમિત્તે ભાજપના કાર્યકર્તાઓને સંબોધન કરતાં દેશના વડાપ્રધાન  મોદીએ જણાવ્યું હતું કે, ગૌરવશાળી યાત્રાના 41 વર્ષમાં કાર્યકર્તાઓના સેવા અને સમર્પણ થકી બતાવ્યું કે, એક રાષ્ટ્રીય પાર્ટી કઇ રીતે કાર્ય કરે છે. સામાન્ય કાર્યકર્તાઓના તપ અને ત્યાગથી ભાજપ દરરોજ નવા આયામ ઊભા કરી શક્યું છે. જનસંઘથી ભાજપ સુધી રાષ્ટ્રસેવામાં યોગદાન આપનારા નેતાઓ સહિત કરોડો કાર્યકર્તાઓએ ભાજપ માટે જીવન સમર્પિત કર્યું છે. ભાજપનો મંત્ર રહ્યો છે, વ્યક્તિથી મોટો દલ અને દલથી મોટો દેશની પરંપરા ડો. શ્યામાપ્રસાદ મુખર્જીના સમયથી આજદીન સુધી અવિરત ચાલતી આવી રહી છે. તેમના બલિદાનની શક્તિ છે કે તે સ્વપ્ન આપણે પૂર્ણ કરી શકયા છીએ.

તેમણે કહ્યું કે, અટલજીએ આપણને શીખવ્યું કે, એક વોટથી સરકાર પડવું સ્વીકાર્ય છે. પણ પાર્ટીના આદર્શોથી સમજૂતી સ્વીકાર્ય નથી. આપણા દેશમાં રાજનીતિક સ્વાર્થ માટે દળોના તૂટવાના અનેક ઉદાહરણ છે. દેશહિત માટે લોકતંત્રની રક્ષા માટે ભારતીય જનસંઘે દળના વિલયની ઘટનાને કરી બતાવી છે. અમારી સરકારની દરેક યોજનાઓમાં મહિલાઓને પ્રાથમિકતા આપવાનું કાર્ય કર્યું છે. ત્રિપલ તલાક હોય, ગર્ભવતી મહિલાઓને 26 સપ્તાહની રજા, ઘરની રજીસ્ટ્રીમાં મહિલાઓને પ્રાથમિકતા, સ્વચ્છ ભારત મિશન, ઉજ્જવલા યોજના, મુદ્દા યોજના થકી મહિલાઓને લોન જેવા દરેક કાર્યોમાં મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવી છે.

વડાપ્રધાને વિપક્ષીઓ પર નિશાન તાકતાં જણાવ્યું કે, લોકોએ ભાજપને ચુટણી જીતવાનું મશીન કહી બદનામ કરવાની કોશિષ કરી છે અને બીજો પક્ષ જીતે તો વાહવાહી કરીને બે માપદંડો ઊભા કર્યા છે. આવા લોકો લોકતંત્રની પરંપરાને સમજી શકતા નથી. ભાજપની સરકાર પરફોર્મન્સ આપનારી સરકાર, પહેલીવાર દેશમાં માનક અને અવધારણા બદલી છે. ભાજપની તાકાત કાર્યકર્તાઓ, ભાજપ હંમેશા સાચી નીતિ, સાફ નિયત અને સાચા નિર્ણયમાં વિશ્વાસ રાખે છે. ભાજપ માટે રાષ્ટ્ર પ્રથમ અને દેશ સુરક્ષા સર્વોપરી છે. દેશમાં ભાજપ સરકાર આવવાનો મતલબ છે કે, વંશવાદ અને પરિવારવાદમાંથી મુક્તિ, ભાજપની યોગ્યતાને અવસર, પારદર્શિતા અને ગુડ ગર્વનન્સ.

જયારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, કેન્દ્રમાં અને 12 રાજયોમાં પૂર્ણ બહુમતી સાથેની સરકાર આપવાનું કાર્ય કાર્યકર્તાઓની મહેનતથી પૂર્ણ કર્યું છે. જનસંઘથી શરૂ થયેલી આ યાત્રા 2થી 303 સાંસદોની બની આ પાર્ટી એકાત્મ માનવવાદથી શરૂ થઇ અત્યોદંય થકી સૌનો સાથ, સૌનો વિકાસ અ સૌના વિશ્વાસ સાથે ભાજપ આજે 18 કરોડ સભ્યોની વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે.

તેમણે વધુમાં કહ્યું કે પાશ્ચાતીય દેશો જયારે કોરોનાથી લડખડાઇ રહ્યા હતા ત્યારે દેશના 130 કરોડ દેશવાસીઓ પુરી તાકાત સાથે ભાજપ અને મોદીજી સાથે ઊભા હતા. પહેલાં આપણે બીજા દેશો પાસેથી વેક્સિન માંગતા હતા. આજે 150 દેશો આપણા દેશોની બે વેકસીન લેવા ઊભા છે. 72 દેશોને આપણે વેક્સિન આપવાનું કાર્ય પુર્ણ કર્યું છે. પાંચ રાજયોની ચૂંટણીમાં પણ ભાજપને જનતાનો આર્શિવાદ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

(12:07 am IST)