Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

સુરત શહેર-જિલ્લામાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : શહેરમાં નવા 615 કેસ અને જિલ્લામાં વધુ 196 કેસ નોંધાયા : 7 દર્દીઓના મોત

શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓનો કુલ આંકડો 69,464 પર પહોંચ્યો શહેર-જિલ્લામાં કુલ 744 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

સુરત :  દેશમાં કોરોનાના બીજો વેવ ઘાતક સાબિત થઇ રહ્યો છે.દેશના વિવિધ ભાગોમાં સ્થિતિ વણસી રહી છે. ત્યારે, ગુજરાતમાં પણ દિવસે ને દિવસે કોરોના નિરંકુશ બની રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 3280 દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાયા છે. કુલ 2167 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કુલ 17 દર્દીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. જયારે, બીજી તરફ સુરત શહેર-જિલ્લામાં કોરોના પ્રતિ દિન તેનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. સુરત શહેર-જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધીના સર્વોચ્ચ 811 દર્દીઓ કોરોના ગ્રસ્ત નોંધાયા છે. જેમાં સુરત શહેરના કુલ 615 અને જિલ્લાના કુલ 196 દર્દીઓનો સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં નોંધાયેલા નવા 615 દર્દીઓ સાથે શહેરનો કુલ આંક 53,493 પર જયારે, જિલ્લામાં નવા ઉમેરાયેલા 196 દર્દીઓ સાથે જિલ્લાનો કુલ આંક 15,971 પર પહોંચ્યો છે.આ નવા 811 દર્દીઓના ઉમેરા સાથે સુરત શહેર-જિલ્લામાં કોરોના ગ્રસ્ત દર્દીઓનો કુલ આંકડો 69,464 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 7 દર્દીઓએ દમ તોડતા મૃતકોનો કુલ આંક 1210 પર પહોંચ્યો છે. જેં, સુરત શહેરના કુલ 922 અને જિલ્લાના કુલ 288 મૃતકોનો સમાવેશ થાય છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર-જિલ્લામાં કુલ 744 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવતા અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો કુલ આંક 64355 પર પહોંચ્યો છે. જેમાં સુરત શહેરના કુલ 50,070 અને જિલ્લાના કુલ 14,285 ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓનો સમાવેશ થાય છે. સુરત શહેર-જિલ્લામાં હાલ 3899 એક્ટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.

(12:00 am IST)