Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજપીપળાના કાલાઘોડા નગરપાલિકાના કોમ્પ્લેક્સમાંથી મો.સા.ની ચોરી થતા ફરિયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરના કાળા ઘોડા પાસે આવેલા પાલીકા કોમ્પલેક્ષમાંથી મો.સા. ની ચોરી થતા ફરિયાદ નોંધાઈ છે
પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા ટેકરા ફળિયામાં રહેતા લાલાભાઇ બાબુભાઇ ભોઇ કામ અર્થે નગર પાલિકાના કોમ્પલેક્ષ માં પોતાની મો.સા.લઇ ગયા હોય ત્યાંથી કોઈ અજાણ્યા ચોર તેમની મો.સા.નં.GJ.06.JG.0097 ચોરી કરી જતા તેમણે રાજપીપળા પો.સ્ટે.માં આ બાબતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(11:17 pm IST)
  • ત્રિપુરાના મુખ્યમંત્રી બીપલબ કુમાર દેબ થયા કોરોના સંક્રમિત : ડોકટરોની સલાહથી હોમ આઇસોલેશનમાં રખાયા : ટ્વીટ કરીને સૌ ને કોરોના મહામારીમાં સાવચેત રહેવા અપીલ કરી access_time 3:34 pm IST

  • કુંભમેળામાં જતી હરિયાણાની 17 બસો ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત: કોવિડ-19નો રિપોર્ટ નહિ હોવાના કારણે 17 બસોને ઉત્તરાખંડ બોર્ડર પરથી પરત મોકલી દેવાઈ :હરીયાણાના પાણીપતથી હરિદ્વાર માટે રવાના થયેલી 17 બસો ઉત્તરાખંડના બોર્ડર પરથી પરત મોકલનામાં આવી હતી. access_time 12:35 am IST

  • કાશ્મીરમાં સરકારી બિલ્ડીંગો ઉપર ત્રિરંગો લહેરાવવાના આદેશથી મહેબુબા ખફા : દેશના કોઈપણ રાજ્યમાં આવો આદેશ જારી કરાયો નથી તો પછી માત્ર જમ્મુ કાશ્મીરમાં જ કેમ ? : કેન્દ્ર સરકારને જમ્મુ કાશ્મીર પ્રત્યે અવિશ્વાસની ભાવના હોવાથી આવો આદેશ જાહેર કરવાની ફરજ પડી હોવાનું મંતવ્ય access_time 8:03 pm IST