Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

રાજપીપળામાં ભાજપ સ્થાપના દિને કાર્યકરો દ્વારા બિસ્કિટ,ચોકલેટ વિતરણ સાથે ભાજપનો ધ્વજ ફરકાવી ઉજવણી કરાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 6 એપ્રિલ ના રોજ ભાજપ સ્થાપના દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા રાજપીપળા શહેરના મુખ્ય બગીચા સામે રહેતા બાળકોને બિસ્કીટ તથા ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.તથા ભાજપના મહામંત્રી રાજેન્દ્ર પટેલ ના ઘર ઉપર રાજપીપળા શહેરના તમામ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટી નો ધ્વજ ફરકાવી ભાજપ ના સ્થાપના દિવસની ઉજવણી કરી હતી.

(11:15 pm IST)