Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd February 2021

નવા સચિવાલય ખાતે રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમના હસ્તે અમૂલ પાર્લરનું ઉદ્દઘાટન

કર્મચારી/અધિકારીઓને પૌષ્ટીક અને સ્વાદિષ્ટ આહાર મળશે

ગાંધીનગર : સચિવાલયના કર્મચારી/અધિકારીઓને પૌષ્ટીક અને સ્વાદિષ્ટ આહાર મળી રહે તે માટે નવા સચિવાલય સંકુલના બ્લોક નં –૬ ના ત્રીજા માળે આવેલી કેન્ટીન અમૂલ કંપની લી.ને ફાળવવામાં આવી છે. અમૂલ કંપની દ્વારા આજે તા.૨૩/૦૨/૨૦૨૧ ના રોજ આ અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમના વરદ હસ્તે આ અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિક મુખ્ય સચિવ કમલ દયાની, માર્ગ અને મકાન વિભાગના સચિવ એસ. બી. વસાવા, સચિવાલયના કર્મચારીઓ/અધિકારીઓ, અમૂલ કંપની લી.ના જનરલ મેનેજર, રીજીયોનલ મેનેજર તથા બ્રાન્ચ મેનેજર ઉપસ્થિત રહ્યા હતા. આ કેન્ટીનમાં અમૂલની બધીજ બનાવટો, પિઝા, સમોસા, ફ્રેન્ચફ્રાઇ્સ તેમજ ગુજરાતી નાસ્તો પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

(7:19 pm IST)
  • દેશની એક ઇંચ જમીન પર કોઇ કબજો કરી શકશે નહીં, અને એવું થશે તો તેને રોકવામાં આવશે: તમિલનાડુનાં સલેમમાં ભાજપના યુવા મોર્ચાનાં સંમેલનને સંબોધીત કરતા રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે પુર્વી લદ્દાખમાં પૈગોંગ ત્સો સરોવર નજીક સૈનિકોની પાછા હટવાની પ્રક્રિયા પુરી થઇ ચુકી છે, પરંતું કમનશીબે કોંગ્રેસ ભારતીય સેનાની વીરતા પર શંકા કરી રહી છે access_time 9:26 am IST

  • કોંગ્રેસ શાસિત પંડુચેરી રાજ્યના મુખ્યમંત્રી નારાયણસામીએ વિશ્વાસનો મત ગુમાવ્યો : 11 વિરુદ્ધ 14 મતથી પરાજિત થતા રાજીનામુ આપ્યું access_time 1:10 pm IST

  • શ્રીરામ મઠમાંથી ર.પ કરોડની અતિ પ્રાચીન ૭ મુર્તીઓની ચોરી : બિહારના નરિયાર ગામ સ્થિત access_time 3:44 pm IST