Gujarati News

Gujarati News

News of Monday, 22nd February 2021

રાજપીપળા નગર પાલિકામાં ભ્રસ્ટાચાર હવે નહિ ચલાવી લેવાય : સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડમાં

છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર મહેશ વસાવાને આદિવાસીઓના મસીહા નહિ પરંતુ ઠગનારા ગણાવતા સાંસદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે યોજાયેલ સી આર પાટીલની જાહેર સભાને સંબોધતા સાંસદ મનસુખ વસાવા આક્રમક મૂડમાં આવી ગયા હતા અને પક્ષના તેમજ પક્ષ બહાર ના વિરોધીઓ ને ખરી ખોટી સંભળાવી દીધી હતી તેમણે  વિરોધીઓને પડકારતા જણાવ્યું હતું કે પીઠમાં ખંજર મારવાની પ્રવૃતિઓ બંધ કરો તાકાત હોય તો સામે મેદાનમાં આવો ભાજપ છોડી ગયેલાઓ ને જણાવ્યું હતું કે શાન માં રહો સાંસદ હોવાને લીધે મારી મર્યાદા છે બાકી તમે પક્ષમાં હતા ત્યારની તમારી કેસેટો મારી પાસે છે સમજી જજો. મારા વિષે અફવા ફેલાવાનું  બંધ કરો. મનસુખ વસાવા લોકસેવા માટે રાજકારણમાં છે પૈસા કમાવા નહિ. પૈસા.કમાયા હોત તો વડોદરા  ગાંધીનગરમાં બંગલાને જમીનો હોત માટે મારા વિરુદ્ધ ખોટા આક્ષેપ કરનારા દુધે ધોયેલા નથી સો ચૂહે ખાકે બિલ્લી હજ કો ચાલી જેવો ઘાટ છે રાજપીપલા નગર પાલિકા માં ભ્રસ્ટાચાર હવે નહિ ચલાવી લેવાય કહી પ્રજા ને પાલિકા માં ભાજપ ને પૂર્ણ બહુમતી આપવા અપીલ કરી હતી

 આ વક્તવ્યમાં સાંસદે છોટુભાઈ વસાવા અને તેમના પુત્ર ધારાસભ્ય મહેશ વસાવાને આદિવાસીઓના મસીહા નહિ પરંતુ ઠગનારા ગણાવી   બીટીપીના મહેશ વસાવાથી ગભરાવાનું નહી એતો મારા માટે મચ્છર છે એમ જણાવી ઈકો સેન્સિટિવ ઝોન ની એન્ટ્રી કાયમી રદ્દ  કરાવી હોવાનું જણાવી બીટીપી ની વાતો ભ્રમ ફેલાવનારી  હોવાનું જણાવ્યું હતું.

(11:32 pm IST)